બોલિવૂડના લોકપ્રિય અભિનેતા અને કોમેડિયન રાજપાલ યાદવ આ દિવસોમાં ચેક બાઉન્સ કેસને લઈને ચર્ચામાં છે. હાલમાં તેઓ તિહાર જેલમાં બંધ છે અને કેસની સુનાવણી 16 ફેબ્રુઆરી 2026, સોમવારે થવાની છે.આ વચ્ચે તેમનો એક જૂનો ઇન્ટરવ્યુ ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઇન્ટરવ્યુમાં રાજપાલ યાદવે સ્પષ્ટ કર્યું હતું કે
તેમણે ફિલ્મ બનાવવા માટે 5 કરોડ રૂપિયા ઉધાર લીધા નહોતા. તેમના કહેવા મુજબ, બિઝનેસમેન માધવ ગોપાલ અગ્રવાલે ફાઇનાન્સર તરીકે પોતે રોકાણ કર્યું હતું. તેઓ પોતાના પૌત્રને હીરો બનાવવા માંગતા હતા, તેથી ફિલ્મમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા.રાજપાલ યાદવને પ્રશ્ન પૂછાયો હતો કે 2012માં આવેલી ફિલ્મ “અતા પતા લાપતા”ના તેઓ ડિરેક્ટર હતા કે નહીં.
તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ ક્યારેય આ ફિલ્મના ડિરેક્ટર નહોતા. તેઓ માત્ર એક અભિનેતા છે અને ડિરેક્ટર તરીકે તેમની કોઈ ભૂમિકા નહોતી.આ વાતો તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહી હતી. હવે આ જૂનું ઇન્ટરવ્યુ ફરી સામે આવતાં લોકોના મનમાં સવાલો ઊભા થયા છે કે આખરે રાજપાલ યાદવના જેલ જવાનો સાચો કારણ શું છે.હાલમાં તો સૌની નજર 16 ફેબ્રુઆરીની સુનાવણી પર છે. તે દિવસે નક્કી થશે કે રાજપાલ યાદવને જામીન મળશે કે નહીં.