અભિનેતા જિતેન્દ્રના પરિવારમાં એક રસપ્રદ સમાનતા જોવા મળે છે. તેમના બંને સંતાન પ્રોડ્યુસર એકતા કપૂર અને અભિનેતા તુષાર કપૂર આજે પણ અવિવાહિત છે. એકતા હવે 50 વર્ષની થઈ ચૂકી છે જ્યારે તુષાર 49 વર્ષના છે. ઉંમરના આ પડાવે પણ બંનેના લગ્ન અંગે કોઈ સ્પષ્ટ યોજના દેખાતી નથી.
હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં એકતા કપૂરે લગ્ન ન કરવાનો પોતાનો નિર્ણય અને તેની પાછળની કહાની શેર કરી હતી, જે તેમના પ્રશંસકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. એકતા પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતાં કહે છે કે જ્યારે તે 19 વર્ષની હતી ત્યારે તેમના પિતા જિતેન્દ્રએ તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કંઈક કામ શરૂ કર, નહીં તો હું તારા લગ્ન કરાવી દઈશ.એકતાના જણાવ્યા અનુસાર આ વાત તેમને માટે પ્રેરણા બની.
તેમણે કહ્યું કે લગ્નથી બચવા માટે મેં કામ કરવાનું શરૂ કર્યું. તે સમય દરમિયાન હું મારી જિંદગી ખુલ્લેઆમ માણી રહી હતી. મારા મનમાં માત્ર એટલું જ હતું કે મને કામ કરવું છે અને કોઈપણ સંબંધ કે બંધનમાં બંધાવું નથી.રસપ્રદ વાત એ છે કે એકતા કપૂરે પોતાના કારકિર્દીમાં 50થી વધુ ટીવી ધારાવાહિકોનું નિર્માણ કર્યું છે,
જેમાંથી ઘણા શોનો મુખ્ય વિષય લગ્ન અને પારિવારિક સંબંધો રહ્યો છે. આ અંગે તેઓ હળવા અંદાજમાં કહે છે કે ભલે તેમણે પડદા પર સેકડો લગ્ન કરાવ્યા હોય, પરંતુ પોતાના ખાનગી જીવનમાં તેમણે આ માર્ગ પર ન ચાલવાનો નિર્ણય કર્યો.