Cli

ભારત માટે સારા સમાચાર, ટ્રંપે ટેરિફ ઘટાડ્યો, મોદી સાથેની વાતચીત બાદ મોટો નિર્ણય

Uncategorized

ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાે ભારત પર લાગેલો ટેરિફ ઘટાડ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ આ જાહેરાત કરી છે.

હા, સોમવાર રાત્રે અમેરિકા તરફથી એક સારા સમાચાર મળ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારત પર લાગેલા ટેરિફમાં ઘટાડો કર્યો છે. આ અંગે ટ્રંપે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર માહિતી આપી. તેમણે જણાવ્યું કે ભારત પર લાગેલો રિસિપ્રોકલ ટેરિફ 25 ટકા પરથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.

ટ્રંપે પોતાની પોસ્ટમાં લખ્યું કે આજે સવારે ભારતના પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરવી મારા માટે ગૌરવની વાત હતી. તેઓ મારા સૌથી સારા મિત્રો પૈકી એક છે અને પોતાના દેશના શક્તિશાળી તથા આદરપાત્ર નેતા છે. અમારી વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં વેપાર તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાનો મુદ્દો પણ સામેલ હતો.

ટ્રંપે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને યુનાઇટેડ સ્ટેટ્સ તેમજ શક્ય હોય તો વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમતિ આપી છે. આ પગલાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ મળશે, જ્યાં દર અઠવાડિયે હજારો લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદી સાથેની મિત્રતા અને પરસ્પર સન્માનના આધારે અને તેમના વિનંતી પર તાત્કાલિક અસરથી અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ થઈ છે. આ ડીલ હેઠળ અમેરિકા ઓછો રિસિપ્રોકલ ટેરિફ લાગુ કરશે, જે 25 ટકા પરથી ઘટાડીને 18 ટકા કરવામાં આવશે. સાથે સાથે ભારત પણ અમેરિકાના વિરોધમાં લાગેલા પોતાના ટેરિફ અને નોન ટેરિફ બેરિયર્સ ઘટાડીને શૂન્ય કરશે.

ટ્રંપે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીએ 500 બિલિયન ડોલરથી વધુની અમેરિકન એનર્જી, ટેકનોલોજી, કૃષિ, કોલસા સહિત અનેક અન્ય ઉત્પાદનો મોટા પાયે ખરીદવાનો વચન આપ્યો છે. ભારત સાથેના અમારા ઉત્તમ સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી મોદી અને હું એવા બે લોકો છીએ જે કામ પૂર્ણ કરે છે, જે બાબત મોટાભાગના લોકો માટે કહી શકાય એવી નથી.

આ જાહેરાત બાદ ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનો પ્રતિભાવ પણ સામે આવ્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે જેમ મેં ઘણી વખત કહ્યું છે તેમ રાષ્ટ્રપતિ ટ્રંપ પ્રધાનમંત્રી મોદીને સાચા મિત્ર માને છે. આજે સાંજે ટ્રેડ ડીલની ખબરથી હું ખૂબ ખુશ છું. અમેરિકા અને ભારતના સંબંધોમાં અસીમ સંભાવનાઓ છે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રંપે 31 જુલાઈ 2025ના રોજ ભારત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતીય ઉત્પાદનોના અમેરિકા નિકાસ પર 25 ટકા ટેરિફ લગાવ્યો હતો, જે બાદ રશિયન તેલ ખરીદીના મુદ્દે તેને વધારીને 50 ટકા કરવામાં આવ્યો હતો. ટ્રંપનું કહેવું હતું કે ભારતે રશિયા પાસેથી કાચું તેલ ન ખરીદવું જોઈએ, કારણ કે તેનાથી યુક્રેન પર હુમલા માટે રશિયાને મદદ મળી રહી છે.

હાલ અમેરિકા દ્વારા લેવાયેલા આ પગલાથી ભારતીય વેપારીઓને મોટી રાહત મળવાની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *