મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજિત પવારના અસમય અને અચાનક અવસાન પાછળ વિમાન દુર્ઘટના કારણ બની હોવાનું જણાવાયું હતું. આ ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ તરત જ શંકાઓ અને અટકળો શરૂ થઈ ગઈ કે આ કોઈ સાજિશ તો નથી ને. આ ચર્ચા માત્ર રાજકીય જગતમાં જ સીમિત રહી નથી પરંતુ સોશિયલ મીડિયા પર પણ વ્યાપક રીતે ફેલાઈ ગઈ છે.
અલગ અલગ થિયરીઓ સામે આવી રહી છે.આ વચ્ચે એક નવી થિયરી ઓનલાઈન સામે આવી જેમાં વિકિપીડિયાના સ્ક્રીનશોટ વાયરલ કરવામાં આવ્યા. આ સ્ક્રીનશોટમાં એવો દાવો કરવામાં આવ્યો કે ઘટનાના કેટલાક કલાકો પહેલાં જ વિકિપીડિયા પર અજિત પવારના અવસાનની માહિતી અપડેટ કરી દેવામાં આવી હતી.
આ કારણે લોકોમાં શંકા ઊભી થઈ કે ક્યાંક કોઈ ગડબડ તો નથી ને અને ક્યાંક આ પાછળ કોઈ સાજિશ તો નથી ને. અજિત પવારના અવસાનના કેટલાક કલાકો પહેલાં અપડેટ કરાયેલા વિકિપીડિયા પેજનો સ્ક્રીનશોટ વાયરલ થતાં જ આ મુદ્દે ચર્ચા તેજ બની ગઈ.હકીકતમાં આ ભ્રમના સંભવિત કારણો સમજવા જરૂરી છે. વિકિપીડિયા એક ઓનલાઈન ડેટા લાઇબ્રેરી છે, જેમાં રજિસ્ટ્રેશન કર્યા બાદ કોઈપણ વ્યક્તિ માહિતી એડિટ કરી શકે છે. અહીં આપવામાં આવતી માહિતી ઘણીવાર સાચી હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં લોકો ખોટી રીતે એડિટ કરીને ભ્રામક માહિતી ફેલાવે છે. તેથી વિકિપીડિયાને સંપૂર્ણપણે ઓથન્ટિક માનવામાં આવે છે છતાં એડિટિંગની સુવિધા કારણે ગેરસમજ ઊભી થઈ શકે છે.અજિત પવારના મામલે પણ એવું જ થયું છે.
આ મુદ્દાનું યોગ્ય રીતે ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે. વિકિપીડિયા પર સમય દર્શાવવાની પદ્ધતિ યુટીસી પર આધારિત છે, જે ભારતીય માનક સમયથી 5 કલાક અને 30 મિનિટ પાછળ છે. ઉદાહરણ તરીકે, ભારતના સમય મુજબ સવારે 10:30 વાગ્યા હોય ત્યારે યુટીસી મુજબ સવારે 5 વાગ્યા હોય છે. આ સમયના તફાવતને કારણે લોકોને એવું લાગ્યું કે અવસાન પહેલાં જ માહિતી અપડેટ થઈ ગઈ હતી.આ સમયાંતરના કારણે જ સોશિયલ મીડિયામાં સ્ક્રીનશોટ શેર કરીને એવો દાવો કરવામાં આવ્યો કે અજિત પવારના અવસાન પહેલાં જ તેમની મૃત્યુની નોંધ વિકિપીડિયા પર થઈ ગઈ હતી, જ્યારે હકીકતમાં એવું નથી. અલગ અલગ ટાઈમ ઝોનના સમય દર્શાવામાં ફરક હોવાને કારણે આ ગેરસમજ ઊભી થઈ છે.આ સાથે એ પણ સામે આવ્યું છે કે કેટલાક વાયરલ સ્ક્રીનશોટ બ્રાઉઝરના ઇન્સ્પેક્ટ એલિમેન્ટ ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા,
જેમાં સમય અને તારીખમાં ફેરફાર કરીને ભ્રામક માહિતી ફેલાવવામાં આવી. કેટલાક કેસમાં એવું પણ જોવા મળ્યું કે એડિટ કરતી વખતે ઉતાવળમાં વર્ષ ખોટું દાખલ થઈ ગયું હતું, જેને સુધારવામાં આવ્યું નહોતું.પુણે મિરર સહિતની ફેક્ટ ચેક એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે અજિત પવારના અવસાનથી 21 કલાક પહેલાં વિકિપીડિયા પર માહિતી અપડેટ થઈ હોવાનો દાવો ખોટો અને ભ્રામક છે. યુટીસી અને ભારતીય સમય વચ્ચેના 5.5 કલાકના તફાવતને કારણે આ ગેરસમજ સર્જાઈ છે. આ મામલે કોઈપણ પ્રકારની સાજિશના પુરાવા મળ્યા નથી.સારાંશ રૂપે કહી શકાય કે અજિત પવારના અવસાન પહેલાં વિકિપીડિયા પર તેમની મૃત્યુની માહિતી અપડેટ થઈ હોવાની વાત સંપૂર્ણપણે અફવા અને ભ્રામક છે, જે માત્ર સમયના તફાવત અને ખોટી રીતે એડિટ કરાયેલા સ્ક્રીનશોટના કારણે ફેલાઈ છે.