સૌથી પહેલા વાત કરીએ શાળાઓને મળેલી ધમકી વિશે મોદી શાહ ખાલીસ્થાનના દુશ્મન છે તમારા મારા બાળકોને બચાવી લો 26મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું 17 ડિસેમ્બર 2025 એ અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના 36 દિવસ બાદ 23 જાન્યુઆરી 2026 એ ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા છે. આવી ધમકીથી ફરી એકવાર અમદાવાદની શાળાઓમાં ખડભડાટ મચી ગયો છે ફરી એક વખત અમદાવાદમાં અફરાત તફરીનો માહોલ જોવા મળ્યો.
સવારે આઠ વાગે જ ઈમેલ દ્વારા ધમકી મળતા જ શાળાએ તમામ વાલીઓને ફોન કરીને પોતાના બાળકોને ઘરે લઈ જવા અથવા સ્કૂલ વાહનમાં ઘરે મોકલી દીધા હોવાની જાણ કરી. જે ઈમેલ કરવામાં આવ્યો તેમાં મોદી શાહને ખાલિસ્તાની વિરોધી ગણવામાં આવ્યા છે સાથે જ 26મી જાન્યુઆરીએ તિરંગો ન ફરકાવવા માટેની પણ ધમકી આપવામાં આવી છે વાલીઓ પોતાના નોકરી ધંધે નીકળી ગયા હતા પરંતુ સ્કૂલોમાંથી ફોન આવતા ફટાફટ સ્કૂલે પહોંચ્યા સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી હતી. પોલીસ પણ તાત્કાલિક સ્કૂલોમાં પહોંચી ગઈ બમ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ તો ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્કૂલ પર મોકલી દેવાઈ હતી. બમ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ અને પોલીસે તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું પરંતુ એક પણ સ્કૂલમાંથી કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રે રાહતનો શ્વાસ લીધો. પરંતુ વાલીઓમાં એક પ્રકારનો ડર ફેલાયો છે કારણ કે કોઈપણ વાલીને પોતાનું બાળક જીવથી પણ વહાલું હોય છે તેવામાં હવે અવારનવાર આ રીતે ધમકી મળવા લાગતા વાલીઓની ચિંતા વધી ગઈ છે એટલું જ નહીં આવી ધમકીઓના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે
શું આપણે ત્યાં ટેકનિકલ કુશળતાનો અભાવ છે કે પછી આપણી સુરક્ષા વ્યવસ્થામાં ખામી છે સવાલ એ થાય કે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ વારંવાર કેમ મળી રહી કોણ આવા ધમકી ભર્યા ઈમેલ મોકળી રહેવું છે કેમ પોલીસ ઈમેલ મોકરનાર સુધી પહોંચી શકતી નથી આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે આપણે ડિજિટલ ભારતની વાતો તો કરીએ છીએ પણ આ પ્રકારના સાયબર ગુનાઓ પર લગામ લગાવવામાં સફળતા મેળવી શક્યા નથી તે આપણી સિસ્ટમની સૌથી મોટી નિષ્ફળતા છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આવી ધમકીઓ ફક્ત સુરક્ષા એજન્સીઓને પરેશાન કરવા વિદ્યાર્થીઓ શાળાઓ અને વાલીઓમાં ડર ઉભ ભો કરવા માટે આપવામાં આવી રહી છે. અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમબથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળતા વાલીઓ જે છે તે પોતાના બાળકોને શાળામાં લેવા માટે આવી રહ્યા છે વાત કરવામાં આવે તો એક મહિના બાદ ફરી એકવાર અમદાવાદની શાળાઓને બોમબથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળી છે. સન કબીરની તમામ જે ત્રણ બ્રાન્ચ આવેલી છે તેમાં બોમબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સાથે સાથે સેન્ટ ઝેવિયર્સ લોયેલાને પણ આ પ્રકારથી ધમકી મળી છે. સત્યમ કિડ્સ જે વસ્ત્રાપુર ખાતે આવેલું છે તેને પણ આ પ્રકારની ધમકી મળતા જ વાલીઓમાં ફફડાટ જેતે ફેલાયો હતો અને અને ડીપીએસ બોપલમાં ફરી એકવાર જે છે
તે ધમકી મળતા ત્યાં પણ તપાસ જે છે શરૂ કરવામાં આવી છે. સંત કબીરના દ્રશ્યો આપને બતાવશું કે ધમકીનો મેસેજ મળતા જ બીડીડીએસની જે ટીમ છે તે પણ અહી પહોંચી છે સાથે સાથે પોલીસનો કાફલો પણ અહિયા તેનાત કરી દેવામાં આવ્યો છે. ડોસકોટ દ્વારા પણ સમગ્ર સ્કૂલનું ચેકિંગ જે છે તે હવે શરૂ કરી દેવામાં આવ્યું છે કારણ કે કોઈપણ પ્રકારનું રિસ્ક જે છે તે શાળાઓ અને તંત્ર જે છે તે લેવા માંગતું નથી અને અગાઉ પણ આ પ્રકારની ધમકીનો મેલ જે છે તે મળતો હતો.
હાઈકોર્ટમાં પણ અને અન્ય કોર્ટોમાં પણ આ પ્રકારનો ધમકીનો મેલ મળતા તપાસ જે છે શરૂ કરવામાં આવતી હોય છે ફક્ત દહેશત ફેલાવવાના ઈરાદાથી જ આ પ્રકારથી ઈમેલ જે છે તે કરવામાં આવતો હોય છે કોઈપણ પ્રકારની જે છે તે મળી નથી આવતું પરંતુ તંત્ર જે છે તે રિસ્ક જે છે લેવા નથી માંગતું અને તેના જ કારણે તપાસ જે છે તે ફરી શરૂ કરવામાં આવી છે મિત્ર કયા પ્રકારનો મેલ મળ્યો તો શું તમે સ્કૂલમાંથી મેસેજ આવ્યો હતો સ્કૂલમાંથી મેસેજ એવો આવ્યો તો કે બાળકોને લઈ જાવ અને આવી રીતનો મેલ આવ્યો છે બમ ઉડાડવાની ધમકી આવી છે સંઘ કબીને ત્રણે ત્રણ બ્રાન્ચમાં તો તરત આવ્યા અને બાળકોને લેવા આવી ગયા એક દહેશત હતી કે તમને ખ્યાલ છે કે આ પ્રકારના ફેક ઈમેલ્સ જ આવતા હોય છે
હા ફેક જ છે પણ રિસ્ક લેવાની આની અંદર સ્કૂલ પણ રિસ્ક ના લે અને રિસ્ક લેવું પણ ના જોઈએ એટલે એની હિસાબે બાળકોની સેફટી પ્રાયોરિટી હોય છે એટલે એ પ્રમાણે લેવા આવી ગયા અમે લોકો તો વાલીઓ જે છે તે શાળામાં પહોંચી રહ્યા છે 26મી જાન્યુઆરી છે અને ત્યારે સમગ્ર દેશમાં પણ એલર્ટ જે છે તે જારી કરવામાં આવતું હોય છે અને તેના જ કારણે જે કહી શકાય કે તંત્ર જે છે તે રીસ લેવા નથી માંગતું અને શાળાઓમાં તપાસ જે છે તે શરૂ કરાય છે.
જે ઈમેલ આઈડીથી ઈમેલ મોકલવામાં આવ્યો તેને હજુ ટ્રેસ નથી કરી શકાયો કે કોઈ વ્યક્તિ અથવા જૂથે પણ તેની જવાબદારી લીધી નથી પરંતુ ભૂતકાળમાં બનેલા આવા કિસ્સાઓમાં સમાન પ્રકારની પેટર્ન જોવા મળી છે. જે રીતે અમદાવાદમાં ધમકી ભર્યા ઈમેલ આવ્યા તેવી જ રીતે નોઈડની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આવી ધમકીઓનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ડર ફેલાવવાનો છે ધમકીઓનો ઇરાદો 26મી જાન્યુઆરીની રાષ્ટ્રીય ઉજવણીને અસર કરવાનો છે. વિદ્યાર્થીઓને રાષ્ટ્રભાવનાથી વંચિત રાખીને તેમને ડરપોક બનાવવાનો હોઈ શકે છે.
આવી ઘટનાઓને વિદેશી તત્વો દ્વારા ભારતમાં અસ્થિરતા ફેલાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે પરંતુ તેના માટે કોઈ પુરાવા નથી. આવી ધમકીઓનો ઈરાદો સુરક્ષા એજન્સીઓને તેમના મુખ્ય કાર્યથી ધ્યાન ભટકાવવાનો હોઈ શકે છે. આવા ઈમેલ મોટે ભાગે ડાર્ક વેબના સહારે કરવામાં આવતા હોય છે અને તે વીપીએન પ્રોટેક્ટેડ હોય છે. એટલે તેને ટ્રેક કરી શકાતા નથી. ગુનેગારો તેનો જ ફાયદો ઉઠાવી રહ્યા છે આ ઈમેલમાં ખાલીસ્થાનીઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે આમાંથી બે થી ત્રણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આ ઈમેલ ખાલીસ્થાની સમર્થકો અથવા ખાલીસ્થાની જૂથ દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે છે.
પાકિસ્તાનની આઈએસઆઈ અથવા અન્ય એજન્સીઓ ખાલીસ્થાનીઓને સમર્થન આપીને આવી કાર્યવાહી કરાવી શકે છે પરંતુ તેનો કોઈ જ સ્પષ્ટ પુરાવા નથી. હવે ખાલી સ્થાનીઓ કેમ આવી પ્રવૃત્તિઓને અંજામ આપે છે તેઓો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને કેમ દુશ્મન માને છે આ સવાલનો જવાબ અમે તમને આપીશું પરંતુ તે પહેલા ખાલિસ્તાન આંદોલન શું છે એ જાણવું જરૂરી છે. ખાલિસ્તાન આંદોલન એ એક અલગાવવાદી આંદોલન છે આંદોલનનો ઉદ્દેશ પંજાબમાં શિખો માટે સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાનો છે. હકીકતમાં આ વિચાર 1947 ના ભારત પાકિસ્તાન વિભાજન સમયે ઉદ્ભવ્યો હતો
પરંતુ તે 1970 80 ના દાયકામાં વધુ ઉગ્ર બન્યો આ આંદોલન પાકિસ્તાનની રચના જેવું છે જેમાં મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર બનાવવામાં આવ્યો હતો. ખાલિસ્તાનીઓ શિખોને હિન્દુઓથી અલગ રાષ્ટ્ર તરીકે જુએ છે અને શિખ ધર્મને હિન્દુ મૂળથી અલગ કરવા માંગે છે આ આંદોલનને ભારત સરકાર રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માને છે અને આંદોલન સાથે જોડાયેલા કેટલાક જૂથોને આતંકવાદી સંસ્થાઓ તરીકે જાહેર કર્યા છે તેઓ કેમ ભારત સરકારને નફરત કરે છે તેની વાત 1984 સાથે જોડાયેલી છે 1984 માં ઓપરેશન બ્લુ સ્ટારમાં ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીમાં અનેક શિખો માર્યા ગયા હતા. ત્યારબાદ ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને તેના પછી દેશભરમાં શિખ વિરોધી રમખાણો શરૂ થયા જેમાં હજારો શિખો મોતને ભેટ્યા જેને ખાલિસ્તાનીઓ શિખ નરસંહાર તરીકે જુએ છે અને તેના માટે ભારત સરકારને જવાબદાર માને છે.
ખાલીસ્થાનીઓ માને છે કે શિખોને ભારતમાં બીજા દરજ્જાના નાગરિક તરીકે જોવામાં આવે. તેઓ માને છે કે તેમના ધાર્મિક અધિકારીનું રક્ષણ થતું નથી અને તેઓને અન્ય ધર્મોમાં રૂપાંતરિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પંજાબમાં બેરોજગારી અને કૃષિ સમસ્યાઓને પણ તેઓો સરકારની વિરુદ્ધમાં ઉપયોગ કરે છે. કેટલાક રિપોર્ટસ પ્રમાણે પાકિસ્તાનની આઈએસઆઈ જેવી એજન્સીઓ પણ આ આંદોલનને સમર્થન આપે છે કારણ કે તેમના માટે ભારતને અસ્થિર કરવાનો આ એક સૌથી મોટો માર્ગ છે. ખાલિસ્તાની વિચારધારા ભારત સરકાર અને ભારતીયોને દુશ્મન તરીકે પણ જુએ છે જો કે મોટા ભાગના પંજાબી શિખો આ વિચારધારાને નકારે છે
અને પોતાને ભારતીય જ માને છે હવે એ પણ જાણવું જરૂરી છે કે ખાલિસ્તાનીઓ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહને કેમ ટાર્ગેટ કરે છે કેમ ઈમેલમાં તેમના નામનો ઉલ્લેખ કરીને લોકોને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તો તેનું કારણ આતંકી હરદીપસિંહ નિજરની હત્યા સાથે સંકળાયેલું હોવાનું નિષ્ણાંતો માને છે
. કેનેડા સરકારે ભૂતકાળમાં નિજરની હત્યાનો આરોપ ભારત સરકાર પર મૂક્યો હતો. એટલું જ નહીં મોદી સરકાર ખાલિસ્તાનને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરા તરીકે વર્ણાવ્યું છે અને ખાલિસ્તાની જૂથોને પ્રતિબંધિત કરવા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની કાર્યવાહી પણ કરાય છે જેને પગલે ખાલિસ્તાનીઓ પીએમ મોદી અને અમિત શાહને દુશ્મન તરીકે જુએ છે. જ્યારે રાજધાનીમાં ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે પણ કેટલાક ખાલિસ્તાની તત્વો તેમાં સામેલ હતા કારણ કે તેઓ માને છે કે મોદી સરકારે પંજાબના ખેડૂતોનું શોષણ કર્યું છે.
જો કે આમાં કોઈ વાસ્તવિકતા નથી તે પણ સૌ કોઈ જાણે છે. ખાલિસ્તાનીઓ પીએમ મોદી અને અમિત શાહને હિન્દુ રાષ્ટ્રવાદી તરીકે જુએ છે ખાલિસ્તાનીઓનું માનવું છે કે હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા શિખ ઓળખને નબળી પાડે છે પરંતુ વર્તમાનમાં આવી કોઈ જ સ્થિતિ નથી. તેમ છતાં ખાલિસ્તાનીઓ પોતાના ઈરાદાઓને પાર પાડવા માટે આ રીતે ધમકીઓ આપીને દેશને આર્થિક નુકસાન પહોંચાડવાનું અને સુરક્ષામાં ખતરો ઊભું કરવાનું કામ કરી રહ્યા છે પ્રાઈમ લાઈનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત