Cli

દયાબેનની વાપસી પર અબ્દુલનું મોટું નિવેદન

Uncategorized

ટીવીના સૌથી લાંબા સમય સુધી ચાલતા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અબ્દુલનો કિરદાર ભજવનારા શરદ સાંકળા આજે ઘર ઘર ઓળખાતા નામ બની ગયા છે. વર્ષોથી આ કિરદાર દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવીને બેઠો છે. તાજેતરમાં શરદે એક ઇન્ટરવ્યૂમાં પોતાના કારકિર્દીના સંઘર્ષના સમય અને દયાબેનની વાપસી અંગે ખુલ્લેઆમ વાત કરી હતી.શરદ સાંકળાએ વાતચીત દરમિયાન જણાવ્યું કે જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ થયો હતો

ત્યરે હું લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાંથી લગભગ ગાયબ હતો. તે સમયે કે તો કામ મળતું નહોતું અથવા તો આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ચૂકી હતી. શરદે શોના નિર્માતા અસીત કુમાર મોદીને પોતાનો જૂનો મિત્ર ગણાવ્યો. તેમણે જણાવ્યું કે મેં નીલા ટેલી ફિલ્મ્સના પહેલા શોમાં અસીત મોદી સાથે કામ કર્યું હતું અને

એ કારણે હું પોતાને તેમના માટે લકી માનું છું. અસીત મોદી આજે પણ મને પોતાનો લકી ચાંદ માને છે અને એ સંબંધનો મને હંમેશા લાભ મળ્યો છે.શરદ સાંકળાએ દયાબેનની વાપસી અંગે કહ્યું કે હાલ કંઈ ચોક્કસ કહેવું મુશ્કેલ છે. નિર્માતા ક્યારેય નથી ઇચ્છતા કે કોઈ કલાકાર શો છોડે.

દયા ભાભીએ શો છોડ્યો તેને લગભગ 8 વર્ષ થઈ ગયા છે. છતાં દર્શકો આજે પણ તેમને યાદ કરે છે. જો દિશા વાકાણી પાછી આવે તો એ શાનદાર રહેશે અને જો ન આવે તો શો આગળ વધવાનો રસ્તો ચોક્કસ શોધી લેશે.હાલ શરદ સાંકળાના આ નિવેદન પર તમારું શું કહેવું છે. અમને તમારી રાય કોમેન્ટ કરીને જરૂર જણાવશો. આવી જ વધુ ખબરોથી હંમેશા અપડેટ રહેવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ઓમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *