ધર્મેન્દ્રના નિધન પછી તેમના બંને પરિવારોએ અલગ અલગ પ્રેયર મીટ રાખી હતી. એક પ્રેયર મીટ સની દેઓલ અને તેમની માતા તરફથી બાંદ્રાના તાજ હોટલમાં રાખવામાં આવી હતી અને એ જ દિવસે હેમા માલિનીએ જુહૂ સ્થિત પોતાના બંગલામાં ધર્મેન્દ્રજી માટે પ્રેયર મીટ રાખી હતી. બંને પરિવાર ધર્મેન્દ્રના જ હતા અને બંને તેમનાથી જોડાયેલા હતા. તેમ છતાં પ્રેયર મીટ અલગ અલગ કેમ રાખવામાં આવી એ બાબતે અનેક ચર્ચાઓ થવા લાગી હતી.કેટલાક લોકોનું માનવું હતું કે શું ધર્મેન્દ્રના પહેલા પરિવારે હેમા માલિની અને તેમની દીકરીઓને ઇગ્નોર કર્યા હતા એટલે પ્રેયર મીટ અલગ રાખવામાં આવી.
હવે આ મુદ્દે હેમા માલિનીએ પહેલી વાર પોતાની ચુપ્પી તોડી છે.હેમા માલિનીએ જણાવ્યું કે લોકો જે રીતે વાતો કરી રહ્યા છે એવું કંઈ જ નથી. મેં મારા ઘરે અલગ પ્રેયર મીટ રાખી હતી કારણ કે ધર્મેન્દ્રના પહેલા પરિવારના મિત્રો અને સંબંધીઓ અલગ છે અને મારા મિત્રો અલગ છે. અમારા બંનેના ફ્રેન્ડ સર્કલ અલગ અલગ હોવાથી પ્રેયર મીટ પણ અલગ અલગ રાખવામાં આવી. રહી વાત દિલ્હી ખાતે પ્રેયર મીટ રાખવાની
તો હું એક રાજકારણી છું અને ત્યાં પણ મારા મિત્રો છે એટલે દિલ્હીમાં પણ પ્રેયર મીટ રાખવી જરૂરી હતી. તેમજ મથુરામાં જ્યાં મેં ત્રીજી પ્રેયર મીટ રાખી હતી ત્યાંના લોકો ધર્મપાલજીને ખૂબ જ પ્રેમ કરતા હતા તેથી તેમના માટે પણ પ્રેયર મીટ રાખવી ખૂબ જરૂરી હતી.હેમા માલિનીએ સ્પષ્ટ કર્યું કે સની દેઓલ કે પ્રકાશ કૌર સાથે અમારા સંબંધો ખરાબ નથી. બંને પરિવારો વચ્ચે સારો સમન્વય છે. આ અમારો વ્યક્તિગત મામલો છે અને અમે ચર્ચા કરીને જ આ તમામ નિર્ણયો લીધા હતા.જ્યારે હેમા માલિનીને પૂછવામાં આવ્યું કે ધર્મેન્દ્રને ફાર્મ હાઉસ પર ખૂબ મન લાગતું હતું તો શું સની દેઓલ ત્યાં ધર્મેન્દ્રના નામે મ્યુઝિયમ શરૂ કરશે.
તેના જવાબમાં હેમા માલિનીએ કહ્યું કે સનીએ આ બાબતે ખૂબ જ સારું વિચાર્યું છે અને તેઓ સાચી દિશામાં વિચારી રહ્યા છે. તેઓ જલ્દી જ આ બાબતે કંઈક કરશે.તે સાથે જ હેમા માલિનીએ તે ઘટના પર પણ પ્રતિક્રિયા આપી જ્યારે સની દેઓલે પેપ્સ સાથે ગુસ્સામાં વાત કરી હતી. હેમા માલિનીએ કહ્યું કે અમે ભાવનાત્મક રીતે ખૂબ તૂટી ગયા હતા
અને પેપ્સ કેમેરા લઈને અમારી કારમાં ઘૂસી રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં કોઈને પણ ગુસ્સો આવે તો તે સ્વાભાવિક છે અને સનીનો ગુસ્સો યોગ્ય હતો.હેમા માલિનીએ જણાવ્યું કે ધર્મેન્દ્ર મોટાભાગે પોતાના ફાર્મ હાઉસ પર જ રહેતા હતા. જ્યારે હેમા માલિની દિલ્હી કે મથુરામાં પોતાના કામ માટે હોય ત્યારે ધર્મેન્દ્ર ફાર્મ હાઉસ પર રહેતા. પરંતુ હેમા માલિની જેમ જ મુંબઈ આવતી ત્યારે ધર્મેન્દ્ર મુંબઈના ઘરે આવીને તેમની સાથે રહેતા હતા. જીવનના છેલ્લાં પડાવે પણ બંનેએ પોતપોતાનું શેડ્યૂલ ગોઠવીને એકબીજા સાથે સમય વિતાવ્યો હતો.ધર્મેન્દ્રને ગયાને હવે દોઢ મહિનો થયો છે અને હવે હેમા માલિનીએ કહ્યું છે કે તેઓ ફરી પોતાના કામ પર પાછા ફરશે. ધર્મજી હંમેશા તેમની યાદોમાં જીવંત રહેશે.