:શું પલાશની બેવફાઈ પછી સ્મૃતિ મંધના ફરી દુલ્હન બનશે. શું 7 ડિસેમ્બરે વાકઈ સ્મૃતિ અને પલાશ સાત ફેરા લેશે. પહેલાં તૂટેલી લગ્નની વાતો પછી ફરી નવી તારીખ સામે આવતા ચર્ચા વધુ તેજ બની છે. લગ્નના સપના સજાવતી સ્મૃતિ હાલ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે અને ફેન્સ પણ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
મહિલા વર્લ્ડ કપ 2025ની ટ્રોફી જીતીને ઇતિહાસ રચનારી સ્મૃતિ મંધના અને ગાયક પલાશ મુચ્છલ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની તૂટેલી લગ્નની ચર્ચાઓને કારણે ચર્ચામાં છે. ઘણા વર્ષોની ડેટિંગ, ગાઢ પ્રેમ અને સાત જન્મો સુધી સાથે રહેવાનું વચન આપ્યા પછી લગ્ન પહેલા સ્મૃતિને દગો આપ્યો હોવા અંગે પલાશને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર લોકો પલાશ અને તેમના પરિવારને પણ ઘણી ટીકા કરી રહ્યા છે.આ દરમિયાન એવી ચર્ચા આવી હતી કે 23 નવેમ્બરે લગ્ન તૂટ્યા બાદ સ્મૃતિ અને પલાશ 7 ડિસેમ્બરે ફરી લગ્ન કરશે અને બધી ગેરસમજ દૂર કરીને બંનેના સાચા પ્રેમની જીત થશે. આ નવી તારીખ સામે આવતા ફેન્સને ખૂબ રાહત મળી હતી અને લોકો બધી જગ્યાએ શુભેચ્છાઓ આપી રહ્યા હતા.
પરંતુ 7 ડિસેમ્બરે લગ્ન થવાની આ ચર્ચાઓ સંપૂર્ણ બિનઆધારિત અને ફક્ત અફવા છે.સ્મૃતિના ભાઈએ જ સ્પષ્ટ કર્યું છે કે ફરી લગ્નની તારીખ ખોટી છે અને આ તમામ સમાચાર સત્ય નથી. તેમના આ રીએક્શન બાદ લોકો વધુ કન્ફ્યુઝ થયા છે અને બંનેના સંબંધ વિશે વિવિધ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
23 નવેમ્બરે લગ્ન તૂટવાની અને 7 ડિસેમ્બરે ફરી લગ્ન થવાની દાવાઓ ખોટા નીકળતા ફેન્સની ચિંતા સ્મૃતિ માટે વધી ગઈ છે.દેશનું નામ રોશન કરનારી સ્મૃતિ માટે આ સમય ખૂબ જ મુશ્કેલ માનવામાં આવી રહ્યો છે. સમાચાર મુજબ સ્મૃતિના પિતાને હાર્ટ એટેક આવતા લગ્ન પોસ્ટપોન કરવામાં આવ્યા હતા. પરંતુ એ દરમિયાન પલાશની એક છોકરી સાથેની ચેટ વાયરલ થઈ ગઈ હતી અને વાતનો આખો રંગ બદલાઈ ગયો.
લોકો કહેવા લાગ્યા કે પલાશે સ્મૃતિને દગો આપ્યો છે. સ્મૃતિએ પણ પોતાના Instagram પરથી લગ્નની તમામ તસવીરો હટાવી દીધી હતી. આ કારણે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા.હાલ સુધી સચ્ચાઈ શું છે તે સ્પષ્ટ થયું નથી. ફેન્સ હવે પલાશ અને સ્મૃતિના સંબંધની હકીકત જાણવા આતુર છે. સાથે જ તેમના વચ્ચે ચાલી રહેલી ગડબડનું કારણ શું છે તે જાણવા લોકો ઉત્સુક છે. હવે જોવું રહ્યું કે આ મુશ્કેલ સમયમાં સ્મૃતિ મંધના ક્યારે પોતાનું સ્ટેટમેન્ટ આપે છે અને આખી સચ્ચાઈ બહાર આવે છે.