80 અને 90ના દાયકામાં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની હાલત ખૂબ જ ખરાબ હતી. ફિલ્મો બનાવવા માટે બૉલીવુડ પાસે પૈસા નહોતા અને મોટાભાગની ફિલ્મો માટે પ્રોડ્યૂસર્સ અંડરવર્લ્ડ ડૉન પાસેથી જ લોન લેતા હતા. આ લોન 80-90% સુધીના વ્યાજ પર મળતી હતી.
જો કોઈ પ્રોડ્યૂસર લોન ચૂકવી શકતો નહોતો, તો તેનું જીવન નર્ક બની જતું હતું.આ ખુલાસો આઈપીએસ અધિકારી ડી. શિવનંદને કર્યો છે. તેમણે જણાવ્યું કે સત્ય, કંપની, શૂટઆઉટ એટ વડાલા અને શૂટઆઉટ એટ લોકંડવાલા જેવી ફિલ્મો ગેંગસ્ટરોની ઇમેજ ઉંચી બતાવવા માટે બનાવી હતી અને તેમની ફંડિંગ પણ ગેંગસ્ટરો દ્વારા જ કરવામાં આવી હતી.
શિવનંદન અનુસાર મુકદ્દર કા સિકંદર અને દીવાર જેવી ફિલ્મોને પણ અંડરવર્લ્ડે જ ફાઈનાન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે 90ના દાયકામાં જ્યારે દાઉદ ઇબ્રાહીમની દીકરીનો જન્મદિવસ હતો, ત્યારે મુંબઈથી ઘણા કલાકારો, એક પોપ્યુલર એક્ટર, 83 સંગીતકારો અને અન્ય લોકો એક ખાસ ફ્લાઇટ દ્વારા દુબઈ ગયા હતા
અને પરત આવ્યા હતા. અમે તેમને જોયા હતા, પરંતુ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.તેમણે કહ્યું કે તે સમયના એક્ટર્સ અને પ્રોડ્યૂસર્સ બધાં ડરતા હતા. શિવનંદન કહે છે કે એકવાર તેમણે ગોવિંદાને ખુદ કહેતા સાંભળ્યું હતું — “હા, હું ગયો હતો, નાચ્યો અને પાછો આવી ગયો, શું કરું? અંડરવર્લ્ડથી બધા ડરતા હતા.”જે લોકો તેમની માંગણીઓ આગળ નમતા નહોતા, તેમને અંડરવર્લ્ડ દ્વારા ખતમ કરી દેવામાં આવતા — જેમ કે ટી-સિરીઝના ગુલશન કુમાર સાથે થયું હતું.