રેલવે સ્ટેશન પર ગીત ગાઈને વાયરલ થયેલી હિમેશ રેશમિયાની ગમતી ગાયિકા તો તમને યાદ જ હશે હા રાનું મોંડલ જે અચાનક જ એક જ વીડિયોને કારણે રાતોરાત લોકોમાં જાણીતી બની ગઈ હતી જે બાદ બોલીવુડના લોકોની નજર આ ગાયિકા પર પડતાં થોડા ગીતો અને કામ મળવાની શરૂઆત પણ થઈ હતી પરતું કહેવાય છે ને અમીરી બધાને પચતી નથી.
રાતોરાત અચાનક સ્ટાર બનેલી રાનુ સાથે પણ આવું જ થયું પોતાની સફળતાથી તેને ઘમંડ આવી ગયો અને ચાહકો સાથે ખરાબ વર્તન કરવાને કારણે રાતોરાત બોલીવુડ અને લાઇમ લાઈટથી દૂર ફેંકાઈ ગઈ જો કે રાંનું બોલીવુડમાં સિંગર બન્યા પહેલા એક જાણીતા અભિનેતાના ઘરે નોકરાણી હતી અને આ વાત રાંનું મંડલે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકારી હતી.
રાંનું મંડલે જણાવ્યું હતું કે તે અભિનેતા ફિરોઝ ખાન ના ઘરે જમવા બનાવતી હતી અને ઘરની સાફસફાઇ નું કામ પણ કરતી હતી સાથે જ તેને જણાવ્યું કે તેને ફિરોઝ ખાનના દીકરા ફરદીન ખાન અને ભાઈ સંજય ખાનનું પણ ધ્યાન રાખતી હતી.
તમને જણાવી દઈએ કે રાંનું મંડલ બંગાળી છે અને તેને હિન્દી નથી આવડતું જો કે તેને ગીતોનો શોખ પહેલેથી હતો તે લતા મંગેશકર અને મહોમદ રફી સાહેબ ના ગીત ગાઈને જ પોતાનું ગુજરાન ચલાવતી હતી જો કે હાલમાં તે ક્યાં છે તે વિશે કોઈને પણ માહિતી નથી પરતું હાલમાં તેનો એક વિડિયો સોશીયલ મીડીયા પર જોવા મળ્યો હતો.
જેમાં તે લાલ રંગની ટી શર્ટ પહેરીને શ્રીલંકા ભાષાનું ગીત ગાતી જોવા મળી રહી હતી જો કે આ વીડિયો પર લોકો કૉમેન્ટ કરી રહ્યા છે જેમાં એક વ્યક્તિએ લખ્યું છે કે વારંવાર વાયરલ થવાથી સફળતા નથી મળતી તો બીજા વ્યક્તિએ લખ્યું છે કે હવે આને કોઈ પસંદ નથી કરતું.