Cli

હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું?

Uncategorized

ગુજરાત માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે 27, 28, 29 અને 30 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશમાં અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ માટે ખાસ કરીને 28 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન નિષ્ણાતોએ જણાવ્યા મુજબ,

28 તારીખથી સમગ્ર ગુજરાતમાં સર્વત્રિક વરસાદ પડવાનો છે. નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી કે શરૂઆતમાં થોડો હળવો વરસાદ પડશે, ત્યારબાદ વરસાદનો મોટો રાઉન્ડ ભારે વરસાદ સાથે આવશે. આ ભારે વરસાદનો રાઉન્ડ ઘણા વિસ્તારોને આવરી લેશે.બંગાળની ખાડીમાં બનેલું સિસ્ટમ

ધીમે ધીમે અરબી સમુદ્ર તરફ વધી રહ્યું છે. આ સિસ્ટમના આઉટર ક્લાઉડના કારણે આખા ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વધી છે. 28 તારીખ સુધીમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનશે, જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે.દિવસ પ્રમાણે વરસાદની તીવ્રતા બદલાશે અને 28, 29, 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે આ દિવસોમાં દરિયો ન ખેડે, કારણ કે દરિયામાં 40 થી 65 કિમી પ્રતિ કલાકની પવનગતિ સાથે ઉગ્ર મોજા જોવા મળશે.27 સપ્ટેમ્બરે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલી જિલ્લામાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

28 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી છે, સિવાય બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં. સૌરાષ્ટ્રના સુરેન્‍દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે.27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વીજળી-ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.અમદાવાદ માટે આજનો અંદાજ સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદનો છે, જ્યારે 28 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *