થોડાક સમય પહેલા સાંસદ શશિ થરૂરે ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં અમેરિકા ભારતને ગુમાવશો નહીં તેઓો એક આર્ટિકલ તેમણે લખ્યો હતો તો હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સાઈટ પર એક પોસ્ટ કરી છે જેમાં તેમણે હવે આ વાતનો આધિકારિક રીતે સ્વીકાર કરી લીધો છે. અમેરિકા ભારતને ગુમાવવા જઈ રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઈટ પર લખવામાં આવ્યું છે કે લાગે છે કે આપણે ભારત અને રશિયાને ડીપેસ્ટ ડાર્કેસ્ટ ચાઇના જોડે ગુમાવી દીધું આ દેશોને તેમની ભવિષ્યની યાત્રા માટે મુબારક અને આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ચાઈનાના પ્રીમિયર શ્રી જીનપિંગ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો જે છે તેનો એ ઉલ્લેખ કરે છે. હવે વાત કરીએ કે ભારત અને રશિયાના સંબંધો અમેરિકા સાથે કેમના બગડ્યા વાત કરીએ ભારતની તો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બને છે ત્યારે તેઓ ગ્લોબલ સપ્લાય ચેનને સેબોટાજ કરવા માંગે છે અને સાથે જ વિવિધ દેશો સાથે પોતાની વ્યાપારી ખાદને વ્યાપારી ખાદને ઓછી કરવા માંગે છે તે ઉપરાંત તેઓ જે ટ્રેડ છે
વ્યાપાર છે તેનો ઉપયોગ જીઓપોલિટિક્સ માટે કરવા માંગે છે એટલે કે અમેરિકાના જે બીજા હિતો છે જે તે રીજનમાં તેને પહોંચી વળવા માટે તે ટ્રેડનો ઉપયોગ કરે છે અને આ માટે જ હવે અમેરિકાએ ભારત પર 50% ટેરીફ લગાવી દીધો છે. 25% ટેરીફ ભારત પર એટલે લગાવવામાં આવ્યો છે કેમ કે ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઇલની આયાત કરે છે. અને ભારતની દલીલ એ છે કે યુરોપિયન યુનિયન ઇવન અમેરિકા જો રશિયા પાસેથી મોટાપાએ માલ સામાનની આયાત કરતું હોય તો માત્ર ને માત્ર ભારત માટે જ કેમ આ બેવડું વલણ છે. બીજું કારણ એ છે કે
ભારત અને યુએસના સંબંધો ખૂબ નીચલા સ્તરે જતા રહ્યા કે તણાવ આવી ગયો સંબંધોમાં કે ઓપરેશન સિંદૂર પર ઓપરેશન સિંદૂર પછી ડોનાલ્ડ ટ્રમ્પ વારેવારે એવું જ કહેતા રહે છે કે ભારત પાકિસ્તાન વચ્ચે જો કોઈએ યુદ્ધ અટકાવ્યું હોય તો તે મેં અટકાવ્યું છે. પરંતુ ભારત સરકારે ફ્રોમ ડે વન સ્પષ્ટ કરી દીધું છે કે ભારત પાકિસ્તાનના સંબંધો એ સંપૂર્ણપણે દ્વિપક્ષીય છે અને કોઈપણ ત્રીજા દેશના નેતાનો આ યુદ્ધ અટકાવવામાં હાથ નથી અને હવે આ કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં ખૂબ તણાવ વર્તાઈ રહ્યો છે અને ત્રીજું સૌથી મોટું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારને હવે પાકિસ્તાનમાં જે મિનરલ્સ છે તેમાં વધારે રસ પડ્યો છે અને તેના કારણે જ છેલ્લા લા ત્રણ થી ચાર મહિનામાં
પાકિસ્તાનના જે ફિલ્ડ માર્શલ છે અસીમ મુનીર તે બીજી વાર અમેરિકાની યાત્રાએ જઈને આવ્યા છે અને તેના કારણે હવે ભારત અને અમેરિકા વચ્ચે જે વ્યાપારી સંબંધો છે અને ઇવન દ્વિપક્ષીય જે સંબંધો છે એમાં એટલો બધો તણાવ આવી ગયો છે કે ઓગસ્ટના અંતમાં ટ્રેડ ડીલની નેગોશિએશન કરવા માટે અમેરિકાનું જે પ્રતિનિધિ મંડળ છે ભારત આવવાનું હતું તે હવે નથી આવવાનું અને સાથે જ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્વાડ દેશોની સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવાના હતા તે પણ હવે નથી આવવાના અને હવે આજે તેમની આજે ટ્વીટ છે કે ભારત અને રશિયાને અમે ચાઈના સાથે ગુમાવી
દીધા છે તેના કારણે હવે સંબંધો હજુ પણ નિશલા સ્તરે જઈ શકે છે. વાત કરીએ રશિયાની તો રશિયા તો એક સમયે 1990 પછી કે જ્યારે યુએસએસઆરનું વિઘટન થયું તે પછી અમેરિકાનું એક સહયોગી બનીને ઉભર્યું હતું અને 1990 પછી અમેરિકા એ યુનિપોલર વર્લ્ડ ઓર્ડરમાં એક એવું કહેવાય છે માત્ર એક જ જગત જમાદાર બચ્યું હતું પરંતુ ત્યાં પણ અમેરિકા અને રશિયાના સંબંધોમાં તણાવ આવવાની શરૂઆત 2008 થી થઈ 2008 માં જ્યારે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનની બુકારેસ સમિટ બુકારેસ સમિટમાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે યુક્રેન અને જોર્જિયાને નાટોનો
ભાગ બનાવવામાં આવશે અને તે પછી 2019 ના વર્ષમાં યુક્રેને તેના બંધારણમાં સુધારો કર્યો અને એમણે યુક્રેન નક્કી કરી લીધું કે હવે અમે આવનારા સમયમાં યુરોપિયન યુનિયન અને નાટો જે લશ્કરી સંગઠન છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તેનો ભાગ બનવા જઈ રહ્યા છીએ અને હવે તે પછી 2022 માં રશિયા યુક્રેન પર આક્રમણ કરે છે અને રશિયાના આક્રમણ સાથે જ અમેરિકા અને પશ્ચિમી દેશો રશિયા પર ખૂબ મોટાપાએ આર્થિક સેન્શનસ લગાડે છે અને રશિયાને સ્વિફ્ટ સિસ્ટમ જે છે પેમેન્ટની જે ગ્લોબલાઈઝ એક પેમેન્ટની સિસ્ટમ છે તેમાંથી પણ તેને બરખાસ્ત કરવામાં આવે છે આમ રશિયા પણ પછી
સમય સાથે વધારેને વધારે ચાઈના તરફ ઇન્ક્લાઈન થતું જાય છે આમ હવે બીજા વિશ્વયુદ્ધ પછીનો આ જે નવો વર્લ્ડ ઓર્ડર બન્યો છે તેમાં જો હવે ભારત અને રશિયા અમેરિકા જોડે નથી તો હવે વસ્તુ સાફ છે કે અમેરિકા જગત જમાદાર નથી રહ્યું તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો .