Cli

ફરજ દરમ્યાન આકસ્મિક મૃત્યુ પામનાર પોલીસ કર્મીની મદદે આવી બનાસકાંઠા પોલીસ

Uncategorized

બનાસકાંઠા પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષથી અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ધાનેરા તાલુકાના શિયા ગામના વતની પ્રભુજી વસનાજી રાજપૂતનો તારીખ 7 જુલાઈ 2025 ના રોજ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી ફરજ ઉપર હતા તે દરમિયાન તેઓનું આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા હતા

જેથી બનાસકાંઠા પોલીસ અધીક્ષક અક્ષયરાજ મકવાણાએ પોલીસ પરિવારના એક સારા કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મીને ગુમાવ્યાનો વસવસો થતા તેમના પરિવારને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેમના પરિવારને આર્થિક મદદ કરવાના આશયથી આજ રોજ

બનાસકાંઠા પોલીસ પરિવાર તરફથી સ્વર્ગસ્થ પ્રભુજી વસનાજી રાજપૂતના પરિવારને આર્થિક સહાય પેટે રૂપિયા 11,23,4001નો જેટલો ફાળો આપી બનાસકાંઠા પોલીસ અધીક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. થોડા દિવસો અગર અમારા પાથાવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પ્રભુજી વસનાજી હેડ કોન્સ્ટેબલનું ચાલુ નોકરી દરમિયાન અચાનક જ એમની તબિયત લથડતા એમનું મૃત્યુ થયું હતું આ બાબતની જાણ થતા પોલીસ પરિવારમાં એક શોખની લાગણી ફેલાઈ ગઈ હતી જેના કારણે થઈ અને ત્યારબાદ જે એક વેલફેર સહાય હોય છે એ તમામ સહાય એમને કરી દેવામાં આવી છે પરંતુ સાથે સાથે બનાસકાંઠા પોલીસનો

એક હંમેશા આગ્રહ રહ્યો છે કે એના પરિવારને હંમેશા મદદ કરવી એના માટે થઈ અને આખા બનાસકાંઠા પોલીસે ભેગા થઈ અને આજે 11,23,000 જેટલી એક રકમ ભેગી કરી અને આજે ડીવાયએસપી થરાદ અને એસએચઓ થરાદની હાજરી પાથળાની હાજરીમાં એ પરિવારને આજે આપવામાં આવી છે અમે એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે આશા રાખીએ છીએ કે એમના પરિવારને જ્યારે બી મદદની જરૂર હશે ત્યારે હંમેશા બનાસકાંઠા પોલીસ ગુજરાત પોલીસ એમના માટે આ જ રીતે ઊભી રહેશે થેન્ક્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *