દીકરા આર્યનને જેલમાંથી બહાર નીકળવા માટે શાહરૂખ ખાન કેટલી મહેનત કરી રહ્યા છે એ તો આપણે બધા જ જાણીએ છીએ શાહરૂખ દીકરાને જામીન કરાવવા પૈસા અને ઓળખાણ બંને લગાવી રહ્યા છે તેમને આર્યનને જામીન અપાવવા બે વકીલ પણ આ કેસમાં રોકી દીધા છે તેમ છતાં આર્યનને જામીન મળ્યા નથી.
કોર્ટમાં માત્ર દલીલો થઈ રહી છે અને જજ દ્વારા તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે ત્યારે હાલમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જેલના અધિકારીઓ હાલમાં આર્યનની તબિયતને લઈને ચિંતામાં છે સાથે જેલમાં આર્યનની હાલત વિશે પણ રોજ માહિતી સામે આવતી જ રહે છે પાંચ દિવસથી કસ્ટડીમાં રહેલો આર્યન હાલમાં ન તો જમે છે ન તો ત્યાંના બાથરૂમનો ઉપયોગ કરે છે.
એવા સમયમાં બોલીવુડની વધુ એક અભિનેત્રીની બહેને આર્યનને સમર્થન આપ્યું છે બોલીવુડ અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખર્જીએ આર્યનને સમર્થન આપતા કહ્યું કે આર્યનને મીડિયામાં વગોવામાં આવી રહ્યો છે તેને કહ્યું કે જર્નાલિઝમ જેવી કોઈ વસ્તુ હવે રહી જ નથી લોકોને કલાકારો વિશે આવી વાત કરતા જોઈને બહુ જ ખરાબ લાગી રહ્યું છે.
તનિષા એ કહ્યું કે એક અભિનેતાના સંતાન હોવાના ફાયદા છે પણ તેનું નુકસાન પણ છે તમને જણાવી દઇએ કે તનિષા મુખર્જીના અરમાન કોહલી સાથે સંબંધ હતા અને અરમાન કોહલી પણ હાલમાં આ જ મામલે જેલમાં છે ઉલ્લેખનિય છે કે તનિષા સિવાય હૃતિક રોશને પણ આર્યનને સમર્થન આપવા એક લાંબી પોસ્ટ શેર કરી હતી.
જેમાં તેમને લખ્યું હતું કે ભગવાન એમની જ પરિક્ષા લે છે જે એમાંથી બહાર આવી શકે છે જિંદગી આવી જ છે તો શત્રુઘ્ન સિન્હાએ પણ આવું જ કઈક નિવેદન આપ્યું હતું કે બોલીવુડને નિશાન બનાવવામાં આવી રહ્યું છે જેથી બીજા મુદ્દા ઉપર ધ્યાન ન જાય બસ આવું હતું આ લોકોનું રિએક્શન હવે ગુજરાતની જનતાનું શું રિએક્શન છે એ જોવાનું બાકી રહેશે.