હિન્દી જગતના એક સમયના સુપરસ્ટાર દિલીપ કુમાર ભલે આપડી જોડે નથી પણ એમની જિંદગીથી જોડાયેલ અનેક કિસ્સા અત્યારે સોશીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે દિલીપ કુમારની ફિલ્મી લાઇન હોય કે પોતાની લાઈફ હમેશા ચર્ચામાં રહ્યા છે દિલીપ કુમાર એકજ એવા અભિનેતા હતા કે જેમનો દરેક જોડે સારો લગાવ રહેતો હતો જેઓ શાંત સ્વભાવના હતા.
દિલીપ સાહેબનો આજે અમે એવો કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ કે તમે આજ સુધી ક્યારેય નહીં સાંભળ્યો હોય એ કિસ્સો સઁજુ બાબા ઉર્ફે સઁજય દત્ત સાથે જોડાયેલ છે સઁજય દત્તની પ્રથમ ડેબ્યુ ફિલ્મ રોકી એ સમયે જબરજસ્ત ચાલી હતી ત્યારબાદ સઁજય દત્તની બીજા નંબરની ફિલ્મ 1982માં જોની આઈલવયુ આ ફિલ્મ સુપર ફ્લોપ ગઈ હતી તો સઁજય દત્ત ચિંતામાં આવી ગયા હતા.
બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવવમાં માટે એ સમયે સઁજય દત્ત ઇચ્છતા હતા કે કોઈ સુપર સ્ટાર અભીનેતા સાથે ફિલ્મ મળી જાય ત્યારે સઁજય દત્તને ખબર મળી કે સુભાષઘાઈ મોટી ફિલ્મ વિધાતા બનાવવા જઈ રહ્યાછે તો સઁજય દત્ત એમના પિતા સુનિલ દત્તને વાત કરે છે કે તેમને એ ફિલ્મમાં કામ મળે ત્યારે સુનિલ દત્ત પોતાના નજીકના મિત્ર દિલીપ કુમારને આ વાત કરે છે જેઓ સુભાશ ઘાઈના સારા દોસ્ત હતા.
દિલીપ કુમાર જયારે સુભાષ ઘાઈને વાત કરે છે તો એમને આ વાત માનવી પડે છે અને એમની ફિલ્મ વિધાતામાં કામ આપે છે આ ફીલ્મ એ સમયે સુપરહિટ સાબિત થઈ હતી અને સઁજય દત્તનું બોલીવુડમાં સારું એવું નામ બનાવ્યું હતું ત્યાર પછી અનેક ફિલ્મો સઁજય દત્તે આપી છે પરંતુ આ બધો શ્રેય દિલીપ કુમાર સાહેબને જાય છે.