બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી લગ્નની ચર્ચા સાથે અન્ય એક ખબર પણ હાલમાં ખૂબ જ સાંભળવા મળી રહી છે તે છે કે સોનાક્ષીનો પરિવાર તેના આ લગ્નથી ખુશ નથી. થોડાક દિવસ પહેલા જ શત્રુઘ્ન સિંહા તેમજ લવ સિંહાનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં બંનેને સોનાક્ષીના લગ્ન અંગે કોઈ જાણકારી ન હોવાની વાત સામે આવી હતી.
શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે જો સોનાક્ષી લગ્ન કરી રહી છે તો અમારા આશીર્વાદ બંનેની સાથે છે, બંને ખુશ રહે તેવી અમે કામના કરીશું,પરંતુ હું આ અંગે એટલું જ જાણું છું જેટલું મીડિયામાં જોવું છું, સાથે જ લવ સિંહા એ તો બહેનના લગ્ન વિશે વાત કરવાની જ ના કહી.જે પરથી લોકો અંદાજ લગાવી રહ્યા છે કે સોનાક્ષીના પરિવારને આ લગ્ન મંજૂર નથી.
પરંતુ શું તમે જાણો છો સોનાક્ષી એ પહેલી અભિનેત્રી નથી જેણે આ રીતે પરિવારની મરજી વિરૂદ્ધ જઈ લગ્ન કર્યા હોય બોલિવુડની ઘણી અભિનેત્રી આ કરી ચૂકી છે.જેમાં સૌથી પહેલું નામ છે ભાગ્યશ્રી. ફિલ્મ મૈને પ્યાર કિયામાં સલમાન ખાન સાથે જોવા મળેલી ભાગ્યશ્રી એ ફિલ્મ રિલીઝ થતાં જ ઘરવાળાની મરજી વિરૂદ્ધ હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા હતા.
જે બાદ પદ્મિની કોલ્હાપુરીનો પણ આમાં સમાવેશ થાય છે. પદ્મિની મરાઠી પરિવારની હોવાથી તેમના પરિવારમાં અન્ય સમાજમાં લગ્ન કરવાની પરવાનગી ન હતી.પદ્મિની એ એસે પ્યાર કહા ફિલ્મમાં કામ કર્યું હતું અને તે ફિલ્મના પ્રોડ્યુસર સાથે જ પ્રેમ થયો હતો. જે બાદ પદ્મિની એ પ્રોડ્યુસર પ્રદીપ શર્મા સાથે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા.
અન્ય એક નામ છે શિવાંગી કોલ્હાપુરી. પદ્મિની કોલ્હાપુરી ની બહેન શિવાંગી પણ જાણતી હતી કે પરિવારમાં લગ્ન માટે મંજૂરી નહીં મળે તેથી તેને પણ શક્તિ કપૂર સાથે પરિવાર વિરૂદ્ધ જઈ લગ્ન કરી લીધા હતા.
આ સિવાય વાત કરીએ શમ્મી કપૂર અંગે તો તેમના પિતા નહોતા ઈચ્છાતા કે શમ્મી કપૂર ફિલ્મ અભિનેત્રી સાથે લગ્ન કરે પરંતુ એક ફિલ્મ દરમિયાન તેમને ગીતા બાલી થી પ્રેમ થયો અને તેમને સેટ પર જ લિપસ્ટિકથી ગીતા બાલીનો સેંથો ભરી દિધો.જે બાદ તેમને ઘરે આવી લગ્ન વિશે જાણ કરી.
આ સિવાય કૃષ્ણા અભિષેક અને કાશ્મીરાનું પણ નામ આ યાદી માં છે કાશ્મીરા પહેલા જ તલાકશુદા હતી જેથી કૃષ્ણાના પરિવારને આ લગ્ન મંજૂર ન હતા.જોકે સોનાક્ષીને એવું કંઈ જ કરવાની જરૂર નથી કારણ કે શત્રુઘ્ન સિંહાનું કહેવું છે કે જો સોનાક્ષી લગ્ન કરી રહી હોય તો અમારા આશીર્વાદ તે બંનેની સાથે જ છે.