દો જીસ્મ એક જાન, આ વાક્ય તો તમે ઘણી જગ્યાએ વાચ્યું કે સાંભળ્યું હશે. સામાન્ય જીવનમાં ઘણા મિત્રો માટે આ વાક્ય વાપરવામાં આવતું હોય છે. પરંતુ આજે અમે તમને ગુજરાતી ફિલ્મોના બે એવા કલાકારો વિશે જણાવીશું જેમને આ વાક્યને હકીકતમાં સાબિત કરી બતાવ્યું છે. બે એવા કલાકાર જેમને જીવનના અંત સુધી એકબીજાનો સાથ નિભાવ્યો. હવે તમે સમજી જ ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યા છીએ. અમે વાત કરી રહ્યા છીએ નરેશ અને મહેશ કનોડિયા વિશે .
નરેશ અને મહેશ કનોડિયા બે એવા ભાઈ જેમનો જન્મ તો એકસાથે નહોતો થયો પરંતુ તેમની લાગણીઓ એકબીજા સાથે એ હદ સુધી જોડાયેલી હતી કે બીમારીઓ હોય કે મોત બંને ભાઈઓને એકસાથે જ મળ્યું આ ગુજરાતી કલાકારો એ કરિયરની શરૂઆત કેવી રીતે કરી એ વિશે તો તમે સાંભળ્યું હશે. કમાણીની આશામાં મહેશ કનોડિયા મુંબઈ આવ્યા.ભિખારીઓ સાથે રાત વિતાવી, મુબઈમાં કામની શોધ ચાલુ રાખી.
અનેક દિવસના સંઘર્ષ બાદ મહેશ કનોડિયાને એક ઓર્કેસ્ટ્રામાં ગાવાની તક મળી, જે બાદ જીવનમાં એવો વળાંક આવ્યો કે પાછું વાળીને જોવું જ ન પડ્યું.મહેશ કનોડિયા એ ભાઈ નરેશને પણ પોતાની પાસે મુંબઈ બોલાવી ઓર્કેસ્ટ્રામાં કામ અપાવ્યું. ઓર્કેસ્ટ્રામાં કામની સફળતા બાદ બંને ભાઈઓએ પોતાનું ઓર્કેસ્ટ્રામાં શરૂ કર્યું હતું. આ જ ઓર્કેસ્ટ્રાના એક પ્રોગ્રામ દરમિયાન નરેશ કનોડિયાને ફિલ્મમાં આવવાની તક મળી હતી.
જોકે આ બધું તો તમે જાણતા જશો પરંતુ શું તમે એ જાણો છો કે સફળતાની આ સીડી ચડ્યા પહેલા નરેશ કનોડિયા ગુજરાન ચલાવવા માટે કચરો વીણવાનું પણ કામ કરતા હતા? જાણકારી અનુસાર, નરેશ કનોડીયા ખૂબ જ નાના હતા તે સમયે તેમની માતાનું અવસાન થયું હતું જે બાદ તેમની બહેન કંકુ અને તેમના પિતાએ તેમને ઉછેર કર્યો હતો. તેમના પિતા ભણાટ કામ કરતા હતા જેને કારણે પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ થતું હતું. આ જ કારણ છે કે, લગભગ ૫-૬ વર્ષની શાળાએ જવાની ઉંમરમાં નરેશ કનોડિયા ખભે થેલો નાખી કાગળ વીણવાનું કામ કરતા હતા.
તે આખો દિવસ કાગળ વીણતા, સાથે જ બળતણમાં ઉપયોગ લઈ શકાય તેવા લાકડા પણ ભેગા કરતા હતા. એટલું જ નહીં બંને ભાઈઓ પોતાના ઘરનું ગુજરાત ચલાવવા માટે ગલી ગલી રખડી સંગીત વગાડતા હતા જોકે હાલમાં બંને ભાઈ આપણી વચ્ચે નથી મહામારી દરમિયાન આ બંને ભાઈઓએ એક સાથે વિદાય લીધી હતી. મહેશ કનોડિયા લકવાની બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા, તો નરેશ કનોડિયા મહામારીને કારણે. મહત્વની વાત તો એ છે કે બંને ભાઈઓના મૃત્યુ વચ્ચે ખૂબ જ ઓછો અંતર હતું.