સમજણ આવવા માટે ઉંમર ની નહિ પરંતુ સંઘર્ષની જરૂર હોય છે. ઘણીવાર નાની ઉંમરમાં માણસના જીવનમાં એટલા સંઘર્ષ આવી જતા હોય છે કે તે પોતાનુ બાળપણ ભૂલી ઉંમર પહેલાં જ વડીલ જેવો બની જતો હોય છે. હાલમાં આવા જ એક નાની ઉંમરમાં વડીલ બનેલ બાળકની વાત નાનાપોંડાથી સામે આવી છે.
આ વાત છે નાના પોંડાના જેતપુર કેવડીના જંગલ નજીક રહેતા બે બાળકોના સંઘર્ષ વિશે જેમના નામ છે અવી અને જય ચૌધરી. અવી ૧૪ વર્ષનો છે અને ૯માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેમજ તેનો નાનો ભાઈ જય ૬માં અભ્યાસ કરે છે. દુખદ વાત એ છે કે બંને ભાઈ નાના હતા ત્યારે જ તેમના પરિવારના લોકો મૃત્યુ પામ્યા હતા હાલમાં અવીના પરિવારમાં ન તો માબાપ છે ન તો કાકા કાકી. બંને ભાઈ એક કાચા મકાનમાં એકલા રહે છે.
૧૪ વર્ષની ઉંમરમાં જે ભાઈને તોફાન કરવાની તક મળવી જોઈએ તે અવી પોતે સવારે ઉઠી રસોઈ બનાવે છે. રાશન કાર્ડ પર મળતા ઘઉં લાવી, દળાવે છે અને આપસપસના ખેતરમાંથી શાકભાજી લઈ આવે છે એવી રસોઈ બનાવે છે. તો તેનો ભાઈ જય વાસણ કરી, ઘર સાફ રાખે છે મહત્વની વાત તો એ છે કે આ બંને દીપડાના જંગલની નજીક રહેવા છતાં પણ કોઈ ભય રાખ્યા વિના એકલાં રહે છે.
તેમનુ કહેવુ છે કે તેઓને બિલકુલ ડર નથી લાગતો ઘરનું કામ પતાવી તે બંને ભાઈ ઘરથી દૂર આવેલ શાળાએ ચાલીને જાય છે આ બાળકોને ઘર અને કરિયાણાની ખૂબ જ જરૂર હતી અને કહેવાય છે ને જરૂર પડ્યે ઈશ્વર મદદ મોકલી જ આપતા હોય છે આ બંને ભાઈઓને પણ મદદ મળી ગઈ બંને ભાઈઓને કોઈ રીતે ખજૂર ભાઈ અંગે જાણ થતા તેમને પોતાની સ્થતિ અંગે જાણ કરી જે બાદ ખજૂર ભાઈએ બંનેની મુલાકાત લઇ તેમને ઘર બનાવી આપ્યું સાથે જ ઘરમાં બધી વ્યવસ્થા પણ કરી આપી આટલું જ નહિ તેમને બંને ભાઈઓના ભણતરની જવાબદારી પણ લીધી.