આજના મોડર્ન યુગમાં ભોજનશૈલી બદલાવને કારણે લોકોમાં અનેક પ્રકારના રોગ અને અનેક પ્રકારના પોષક તત્વોની ઉણપ જોવા મળતી હોય છે. કોઈને કબજિયાત રહેતી હોય તો કોઈને ચામડીના રોગની સમસ્યા, કોઈને થેલેસેમિયા તો કોઈને હિમોગ્લોબીન કે અન્ય તકલીફ. એટલું જ નહિ અનેક દવાઓ લીધા બાદ પણ આ બીમારીઓમાં કોઈ રાહત મળતી નથી અને ખર્ચ વધતો જાય છે ખરું ને? જો તમે પણ આ બીમારીઓનો સામનો કરી રહ્યા હશો તો તમે મારી વાત સાથે સહમત હશો અને તમને પણ થતું હશે કે આ બધી સમસ્યાઓનો કોઈ રામબાણ ઈલાજ હોય તો સારું, આનાથી પીછો છૂટે તો બસ.
જો તમે પણ આવું વિચારતા હોય તો આજના આ લેખમાં અમે તમારા માટે એક એવી અકસીર દવા લઈને આવ્યા છીએ જેનાથી તમારા શરીરમાં રોગ ક્યારેય આવશે જ નહિ. આ દવાનું નામ છે ઘઉંના જવારા સામાન્ય રીતે આપણે લગ્ન પ્રસંગમાં અનેક ધાન ભેગા કરી ઉગાડવામાં આવતા જવારા વિશે તો જાણતા જ હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ઘઉંના જવારામાં ૧૦૦ પોષક તત્વોની જેવા કે મેગ્નેશિયમ, કેલ્સિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે રહેલા છે. જે તમારા શરીરના એસિડિક તત્વને કંટ્રોલ રાખે છે. ઉપરાંત તેમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વ છે જે શરીરમાં જમાં થતા કચરાને બહાર કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે.આ સિવાય તેમાં શરીરને જરૂરી અમુક ૧૦૦નેચરલ તત્વોમાંથી ૮ તત્વો હોય છે.
આટલું જ નહિ ઘઉંના જવારામાં શરીરને જરૂરી ક્લોરોફિલ પણ ભરપૂર માત્રામાં હોય છે. ઘઉંના જવારા ના ફાયદા અથવા તેનાથી શરીરમાં થતા બદલાવ અંગે વાત કરીએ તો તેનાથી લોહી સંબંધિત સમસ્યાઓ ઘટી શકે, માનસિક સ્વાસ્થ્ય માં સુધારો થાય, ઇમ્યુનિટીમાં વધારો થાય. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસની સમસ્યામાં ફાયદાકારક રહે મહત્વની વાત તો એ છે કે આ ઘઉંના જવારા ૨ વર્ષની ઉપરના બાળક પણ પી શકે છે. ઘઉંના જવારા નો જ્યુસ બજારમાંથી પાવડર લાવી કે ઘરમાં વાવીને પી શકાય છે. રોજ સવારે ઉઠતા જ બે ચમચી પાવડર હુંફાળા પાણીમાં નાખી પી જવાથી શરીરમાં અલગ જ ઊર્જા રહેતી હોય છે.
હવે જો તમને એ સવાલ હોય કે અમે કઈ ખેડૂત નથી જવારા વાવતા ન આવડે તો જાણી લો આ પદ્ધતિ પહેલા સાત દિવસ માટે સાત કુંડા લઈ આવો કુંડમાં સારી ક્વોલિટી ની માટી અને ખાતર નાખી દો. ઘઉંને એક રાત પલાળી રાખી બીજા દિવસે આ કુંડમાં નાખી દો તેના પર ફરી થોડી માટી નાખી તે સહેજ ભીની થાય તેમ થોડું પાણી નાખો જે બાદ કુંડા પર કપડું ઢાંકી દો અને થોડા દિવસ સુધી એમ જ રહેવા દો. થોડા દિવસ બાદ કુંડા પરથી કપડું હટાવી લઈ તેને થોડા કલાક માટે તડકામાં રાખો. હવે તેમાંથી રોજ જવારા લઈ મિક્સર માં ક્રશ કરીને જ્યુસ બનાવી લો.