સામાન્ય રીતે ઘણીવાર એવું બનતું હોય છે કે રાત્રે સૂતા સમયે, કામ કરતા સમયે કે ઉઠ બેસ કરતા સમયે શરીરમાં અમુક નસો ખેચાઇ જતી હોય છે જે બાદ તેના દુખાવો શરૂ થતા હોય છે. ઘણીવાર આ સામાન્ય લાગતા દુખાવા હજારો , લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ સારા થતા નથી અને વ્યક્તિ ને આજીવન એ દુખાવાને સહન કરતા રહેવું પડતું હોય છે જો તમને, તમારા પરિવારના કે આસપાસના કોઈ વ્યક્તિને પણ આવા કોઈ લાઈલાજ દુખાવાની સમસ્યા છે તો આજનો અમારો આ લેખ માત્ર તમારી માટે છે.
ભલે તમે ગમે તેટલા મોડર્ન હોય પરંતુ તમે એ વાત તો માનતા જ હશો કે,આજના આ ટેક્નોલોજીના યુગમાં ઘણા એવા વ્યક્તિઓ છે જે માત્ર પોતાનો હાથ શરીર પર ફેરવીને ઘણી બીમારીઓ , દુખાવાને દૂર કરી દેતા હોય છે. આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવવાના છીએ આ વ્યક્તિ એટલે પોરબંદરના નાનકડા ગામ પાડાવદર માં રહેતા છના બાપા. છના બાપા લગભગ 70 વર્ષની ઉંમરના છે. તેઓ હંમેશા પોતાની એક વાડીમાં રહે છે. બાપા એક સમયે ડુંગરોમાં લાકડા કાપવા જતા હતા, પરંતુ હાલમાં તે લાખો લોકોની સેવા કરી રહ્યા છે.
હકીકતમાં છના બાપા પાસે હાથની કોઈ એવી કળા છે, નસો અંગે અને શરીર અંગે કોઈ એવી જાણકારી છે જેને પગલે તે જૂનામાં જૂના દુખાવાની પણ સારવાર કરી શકે છે હાલમાં સામે આવેલ એક ઇન્ટરવ્યૂ દરમિયાન છના બાપા એ જણાવ્યું કે તેઓ ૨૫ વર્ષથી આ કામ કરે છે. જો કે અત્યાર સુધી કોઈ વીડિયો બન્યો ન હોવાથી તેમના વિશે કોઈ જાણતું ન હતું. હાલમાં લોકો તેમને જાણતા થયા છે. છના બાપાએ કહ્યું કે હાલમાં રોજના ૧૦૦૦- ૧૫૦૦ લોકો તેમની પાસે આવે છે, જેમાં ઘૂંટણની બીમારી, પેટ કે ખભાના દુખવાની બીમારી વાળાં લોકો વધુ હોય છે.
જણાવી દઇએ કે, બાપા આ સેવા માટે એક રૂપિયો પણ નથી લેતા. તેમનુ કહેવુ છે લોકોને જે પણ ઈચ્છા હોય તે એક દાન પેટીમાં નાખે છે. જે બાદ તેઓ તે પૈસાથી ગૌશાળામાં ચારો કે અન્ય વસ્તુઓ લાવી દે છે. તેમને જણાવ્યું કે લોકો લંડન, મુંબઈથી તેમની પાસે આવે છે ક્યારેક રાત્રે ૧૨ વાગ્યે પણ વ્યક્તિ તેમની પાસે આવતો હોય છે. તેઓ દરેકની સારવાર કરે છે. છના બાપાનું કહેવું છે કે તેઓ કે!ન્સરનો પણ ઈલાજ કરી શકે છે. જો કેન્સરની ગાંઠ ફૂટી ન હોય અને તેના જંતુ શરીરમાં ફેલાયા ન હોય તો તેઓ તેનો ઈલાજ કરી શકે છે પરંતુ સારવાર માટે વ્યક્તિએ તેમની પાસે આવવું પડે છે, તેઓ જોયા વિના કોઈ સલાહ આપી શકતા નથી.