તમે આદુવાળી ચા તો અનેકવાર પીધી હશે આદુના ફાયદા અંગે પણ ઘણું જ વાંચ્યું કે સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો વિચાર કર્યો છે કે આ આદુની ખેતી કઈ રીતે કરવામાં આવે છે? કઈ ઋતુમાં કરવામાં આવે છે અને તેની પાછળ ખેડૂતને કેટલો ખર્ચ કરવો પડતો હોય છે. જો તમે આ અંગે જાણતા હોય તો ખૂબ સારી વાત છે, પરંતુ જો ન જાણતા હોય તો આજનો આ લેખ તમારા માટે જ છે.
તમે શું ક્યારે આદુ ખરીદ્યું હોય તો તમે એ તો જાણતા જ હશો કે આદુ જમીનમાં થાય છે. પરંતુ શું તમે એ જાણો છો કે તે જમીનમાં કેટલા સુધી ઊંડું જતું હોય છે? તમને જાણીને નવાઈ લાગશે કે આદુ જમીનમાં એક થી દોઢ ફૂટ ઊંડું જાય છે. આ જ કારણ છે કે આદુનું વાવેતર કરવા માટે ચોમાસાની ઋતુ યોગ્ય ગણવામાં આવતી નથી સાથે જ જ્યા વરસાદ વધુ પડતો હોય કે જે જમીનમાં પાણી વધુ હોય તેવી જમીન પણ આદુના વાવેતર માટે યોગ્ય ગણવામાં આવતી નથી.તો આદુ માટે કયા પ્રકારની જમીન યોગ્ય ગણવામાં આવે છે? આદુંના વાવેતર માટે લાલ માટી અને સૂકી જમીન યોગ્ય ગણવામાં આવે છે.
વાત કરીએ આદુ ના વાવેતર માટે કઈ ઋતુ સૌથી યોગ્ય ગણવામાં આવે છે તે વિશે તો આદુ ગરમીની ઋતુ એટલે કે મે થી ૧૫ જૂન સુધીના સમય દરમિયાન યોગ્ય રીતે લઈ શકાય છે. ઓછામાં ઓછાં કેટલા બીજનું વાવેતર કરવું જોઈએ અને આદુના કયા બીજનું વાવેતર કરવું જોઈએ, તે અંગે વાત કરીએ તો માહિમ તેમજ અન્ય ઘણા પ્રકારના બીજ બજારમાં ઉપલબ્ધ છે પરંતુ તમારી જમીનને અનુકૂળ આવતા બીજનું જ વાવેતર કરવું જોઈએ. સાથે જ ઓછામાં ઓછા ૧ટન બીજનું વાવેતર કરવું જોઈએ.
શું આદુના બીજ બજારમાંથી લાવીને સીધા જ વાવી દેવાના હોય છે? જો તમને પણ આ સવાલ થતો હોય તો જવાબ છે ના. આદુના બીજને બજારમાંથી લાવ્યા બાદ તેને એક બંધ રૂમમાં થોડાક મહિનાઓ સુધી મૂકી રાખવા પડે છે. બીજને ગરમી મળતા તેમાં ફણગા ફૂટે છે અને આ ફણગા ફૂટ્યા બાદ આદુને એક સૂતરના બોરામાં ભરી લેવા. જે બાદ એક પીપમાં પાણી ભરી તેમાં ૨ એમ એલ ક્લોરોફોર એસ, ૨ એમ એલ કાર્બનિઝમ અને ૧ એમ એલ જનીટર ઉમેરી તેમાં આદુ નાખી તેને બહાર નીકળ્યા બાદ જ તેનું વાવેતર કરવું યોગ્ય ગણવામાં આવે છે.
વાવેતર કરવા માટે ખેતરમાં ખાડો બનાવી તેમાં આદુ રોપવું અને તે બાદ તેની પર માટી નાખવી. જો કે તેનું વાવેતર કરતા પહેલા પ્રતિ એક એકર ૨૦૦ કિલો સિંગલ સુપર ફોસ્ફેટ ૫૦કિલો ડીપીએ ૨૫ કિલો મેગ્નેશિયમ ,૧૦ કિલો માઈક્રો ન્યુટ્રીયન્સ અને છાણ મિક્સ કરી ઉમેરવા જોઈએ. જેનાથી આપણે આદુના પાકને ૧૫ મહિના સુધી રાખી શકીએ છીએ. જેના કારણે વાવેતર લગભગ ૪૦ ટન સુધી મળી રહે છે અને વધુ વાવેતરથી વધુ કમાણી કરી શકાય છે.