એ તો તમે જાણતા જ હશો કે હાલમાં જ ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર દિનેશ ફડનીસનું નિધન થયું છે. દિનેશ ૩૦નવેમ્બરથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જે બાદ ગત ૫ તારીખે તેમના નિધનના સમાચાર સામે આવ્યા હતા. જો કે હાલમાં એક તરફ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો કલાકારના નિધન અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ દિનેશના પરિવારમાંથી પણ તેમને લઈને એક ચોકાવનારી માહિતી સામે આવી છે હાલમાં દિનેશની પત્ની નૈનાએ તેના પતિની તબિયત અંગે જાણકારી આપી છે.
નૈના એ પતિ અંગે વાત કરતા જણાવ્યું કે દિનેશની તબિયત પાછલા ઘણા સમયથી ખરાબ હતી તેમ છતાં તેમણે ક્યારેય પણ એવું લાગવા દીધું નથી કે તમને તબિયત ખરાબ છે તેઓ હંમેશા અમારી સાથે સારી રીતે રહેતા હતા. વધુમાં નૈના એ દિનેશના સ્વભાવ અંગે વાત કરતા જણાવ્યું કે તેમના પતિનો સ્વભાવ ખૂબ જ સારો હતો તેઓ હંમેશા તેમનું અને દીકરીનું ખૂબ જ ધ્યાન રાખતા હતાં. નૈના એ કહ્યું કે દિનેશ એક સારા પતિ હોવાને સાથે એક સારા પિતા પણ હતા તેવું ગમે તેટલા વ્યસ્ત સમય માંથી જ્યારે પણ ઘરે આવતા ત્યારે સૌથી પહેલા પોતાની દીકરી પાસે જતા હતા.
વધુમાં વાત કરતા નૈના એ જણાવ્યું કે હાલમાં જ તેઓ સાથે મળીને તેમના પતિનો જન્મદિવસ ઉજવ્યો હતો. વાત કરીએ દિનેશ ની દીકરી વિશે તો તેનો પણ હાલમાં એક વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે પોતાના પિતા વિશે વાત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં દીકરી કહી રહી છે કે, દરેક દીકરીને પોતાના પિતાની ચિંતા હોય છે અને તેને પણ પોતાના પિતાની ચિંતા છે.
જણાવી દઈએ કે દિનેશ ફડનીસ સોની ટીવીની લોકપ્રિય સીરિયલ સીઆઇડી દ્વારા જાણીતા બન્યા હતા તેવા સીરીયલમાં ફેડીની ભૂમિકા ભજવતા હતા. આ સિવાય તેમને અભિનેતા આમિર ખાન સાથે પણ કામ કર્યું હતું. વાત કરીએ કલાકારના નિધન અંગે તો સામે આવેલી માહિતી અનુસાર દિનેશને લીવરની સમસ્યા ઊભી થઈ હતી. જોકે અત્યાર સુધી તેમના નિધનનું સાચું કારણ સામે આવી શક્યું ન નથી.