આજકાલ સોશિયલ મીડિયા,ન્યુઝ મીડિયામાં ચાલી રહેલી ચંદ્રયાન વિશેની ચર્ચા તો તમે સાંભળી જ હશે.પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર જઈને પાણી શોધશે,ફોટા મોકલશે આ તમામ વાતો પાછલા કેટલાય દિવસથી તમે સાંભળતા જ હશો.એવામાં સામાન્ય રીતે પ્રશ્ન થાય કે રોવર માં શું લગાવવામાં આવ્યું હશે?તે કઈ રીતે ઈસરો ને માહિતી મોકલતું હશે?
જો તમને આ પ્રશ્ન થયો હોય તો આ રહ્યો તમારો જવાબ.પ્રજ્ઞાન રોવર જેને હાલમાં જ વિક્રમ લેન્ડર દ્વારા ચંદ્રની સપાટી પર સોફ લેન્ડિંગ કરવામાં આવ્યું છે તેમાં આલ્ફા પાર્ટીકલ એક્સરે સ્પેક્ટ્રોમીટર લગાવવામાં આવ્યું છે જે ચંદ્ર ની સપાટી પરની રાસાયણિક સંરચના અંગે જાણકારી મેળવશે તેમજ તેમાં લગાવવામાં આવેલ લેઝર ઇન્ડ્યુસ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ ચાંદની સપાટી પર મેગ્નેશિયમ તેમજ અન્ય ખનીજ કયા આકારમાં ઉપલબ્ધ છે તે અંગે જાણકારી એકઠી કરશે.
જે બાદ રોવર લેન્ડર ને માહિતી મોકલશે,લેન્ડર દ્વારા પ્રોપેશનલ મોડ્યુલમાં તે માહિતી મોકલવામાં આવશે. જે બાદ આ માહિતી ઈસરો સુધી પહોંચશે.જણાવી દઇએ કે રોવર ની શરૂઆત લેઝર બીપ દ્વારા થશે. રોવર દ્વારા ચંદ્ર પર એક ટુકડાને તોડવામાં આવશે જે બાદ તેમાંથી નીકળતા ગેસનો પણ રોવર અભ્યાસ કરશે.
નોંધનીય છે કે મૂન મિશન હેઠળ ઇસરો નો એક હેતુ પૂર્ણ થયો છે.ચંદ્રના જે ભાગ પર આજ સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી તે ભાગમાં ઈસરોના પ્રજ્ઞાન રોવરનું લેન્ડિંગ થઈ ચૂક્યું છે.