આજના આ સોશિયલ મીડિયા યુગમાં સંબંધોનું મહત્વ જ નહિ મર્યાદા પણ ભુલાતી જઈ રહી છે.આજના યુગમાં વ્યક્તિની નિયતનો કોઈ વિશ્વાસ નથી રહ્યો.હાલમાં આ જ વાતને સાચી સાબિત કરતી એક ઘટના મણિપુરમાં સામે આવી છે.
મણિપુર રાજ્યમાં ૪ મેના રોજ બનેલી દર્દનાક ઘટના વિશે તો તમે જાણતા જ હશો.તમે એ પણ જાણતા હશો કે કઈ રીતે કુકી અને મૈતેઇ સમુદાયના વિવાદને કારણે બે મહિલા જેમાં એક મહિલાની ઉંમર ૪૦ વર્ષ તેમજ બીજી મહિલાની ઉંમર ૨૧ વર્ષ છે તેમને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવામાં આવી હતી.જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પરંતુ શું તમે જાણો છો કે આ ઘટનામાં બે નહિ પરંતુ ૩ મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યા છે.એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન પીડિતાએ આ અંગે ખુલાસો કર્યો છે. સાથે જ પોલીસ એફાઇઆરમાં પણ ૩ મહિલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સાથે જ વાત કરીએ મીડિયા ઇન્ટરવ્યૂ અંગે તો પીડિત મહિલાએ જણાવ્યું કે તેમના ગામ પર હુમલો કરવામાં આવ્યો.તે દરમિયાન પાંચ લોકો બચીને જંગલ તરફ ભાગી રહ્યા હતા.જે બાદ પોલીસે અમને બચાવી લીધા હતા. પરંતુ બાદમાં પોલીસ સ્ટેશન થી થોડે દૂર પોલીસે જ અમને આ આરોપીના હાથમાં સોંપી દીધા હતા અન્ય એક મહિલાનું કહેવું છે કે આ ભીડમાં તેના ભાઈનો દોસ્ત પણ હતો.
વાત કરીએ મહિલા પર બળાત્કાર થયા અંગે તો મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન ૫૨ વર્ષીય મહિલાએ જણાવ્યું કે મૈતેઇ લોકોના દબાણથી તેમને નિર્વસ્ત્ર પરેડ કરવી પડી હતી જે બાદ તે તેને એક ખેતરમાં પણ લઈ ગયા હતા.જો કે તે લોકો બળાત્કારની વાત કરતા હતા પરંતુ બળાત્કાર કર્યો ન હતો ઉલ્લેખનિય છે કે પોલીસ ફરિયાદમાં ૨૧ વર્ષીય મહિલા પર ખરાબ કૃત્ય આચરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.