કહેવાય છે ને પ્રેમ માટે કોઈ સ્થળ કે સમય જરૂરી નથી તેના માટે તો બસ લાગણીઓ જ જરૂરી હોય છે એકવાર લાગણીઓ બંધાઈ જાય તો વ્યક્તિ કોઈપણ હદ પાર કરવા તૈયાર થઈ જતું હોય છે. હાલમાં આવું જ કંઈ બન્યું છે પ્રેમ માટે પાકિસ્તાનની સરહદ પાર કરી ભારત આવેલી સીમા સાથે.
વર્ષ ૨૦૨૦માં પબ્જી ગેમની શરૂઆત કરનાર સીમાનો ગેમ દરમિયાન જ સચિન સાથે સંપર્ક થયો. જે બાદ ધીમે ધીમે બંને વચ્ચે નંબરની આપ લે થઈ.જો કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરાંચીની સીમાએ કહ્યું કે તેના પતિ ગુલામ બહાર રહેતા હતા.
કરાંચીમાં તે એકલી રહેતી હતી.પતિ સાથે છેલ્લા ૬ મહિનાઓથી કોઈ વાત થઈ નહોતી જેને કારણે સચિન સાથે લાગણી બંધાઈ.જે બાદ ૩ વર્ષમાં સીમાએ સચિનને મળવાનું નક્કી કર્યું. ઇન્ટરવ્યૂ દરમિયાન સીમાએ ભારત આવવા અંગે વાત કરતા જણાવ્યું કે તેણે વિઝા માટે અપ્લાય કર્યું હતું.
પરંતુ મુસ્લિમ હોવાના કારણે તેને વિઝા ન મળતા તેને નેપાળના રસ્તે આવવું પડ્યું. એટલું જ નહિ ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે સચિન અને તેના પ્રેમ વિશે વાત કરતાં જણાવ્યું કે તેને સચિન માટે ગદર ફિલ્મના ગીતો પર રિલ બનાવી છે,તેમજ તેને કરવાચોથનું વ્રત પણ સચિનના નામ પર કર્યું હતું.
વાત કરીએ સીમાના પતિ ગુલામ વિશે તો સીમાએ જણાવ્યું કે સીમા પાકિસ્તાનથી નીકળી ત્યારથી લઈ આજસુધી તેના પતિનો કોઈ મેસેજ કે ફોન આવ્યો ન હતો.જો કે હવે સીમાના વિડિયો વાયરલ થતા તે ખોટી ચિંતા બતાવી રહ્યા છે.
સીમાનું કહેવું છે કે જો તે પાકિસ્તાન જાય તો પણ ગુલામ તેને સ્વીકારશે નહિ. સીમાના જણાવ્યા અનુસાર ગુલામ હૈદર એ તેની પહેલી પત્નીની દીકરીનો પણ માત્ર ૩ વર્ષની ઉંમરમાં સોદો કર્યો હતો.ગુલામ સ્વભાવે ખરાબ હોવાથી જ સીમા ભારત આવી ગઈ અને હવે તે પાકિસ્તાન જવા નથી ઈચ્છતી.