હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલ એસડીએમ જ્યોતિ મૌર્યના કેસ વિશે તો તમે જાણતા જ હશો. લગ્ન બાદ પતિના સહકારથી સરકારી પદ પર પહોંચેલી જ્યોતિએ નોકરી મળતા જ સાસરિયાં વિરૂદ્ધ કેસ કરતા હાલમાં તેની ખૂબ ચર્ચા જોવા મળી રહી છે.
સાથે જ હાલમાં સોશિયલ મીડિયા પર એસડીએમ પદ વિશે પણ ચર્ચા થઈ રહી છે. શું તમે જાણો છો કે ડીએમ બાદ એસડીએમનો હોદ્દો સૌથી મહત્વનો હોય છે. એસડીએમ એટલે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જિલ્લા અધિકારી પછી જિલ્લામાં બીજા નંબરે આવતો અધિકારી છે.
એસડીએમ બનવા માટે રાજ્ય સ્તરની સરકારી પરીક્ષા પાસ કરવાની હોય છે. જેનું આયોજન દરેક રાજ્યના આયોગ દ્વારા કરવામાં આવતું હોય છે. વાત કરીએ અભ્યાસ અંગે તો કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી આ સિવિલ સેવા પરીક્ષા આપી શકે છે.
એસડીએમ એ ડીએમના હાથ નીચે કામ કરવાનું હોય છે. તે જો કે પોતાના કાર્યક્ષેત્રમાં આવતા ઉપજિલ્લાના કર્મચારી તેમજ ડીએમ વચ્ચે સુમેળ સાધવાનું કામ કરે છે. વાત કરીએ તેના કામ વિશે તો એસડીએમ કાર રજીસ્ટ્રેશન, જાતિના પ્રમાણપત્ર આપવા, શસ્ત્ર લાયસન્સ, ચૂંટણી અંગેના કાર્ય કરે છે.
તેનો પગાર 9,300 થી 38,800 માં 5,400 ના ગ્રેડ પે હેઠળ આપવામાં આવે છે. એસડીએમના પગારની વાત કરીએ તો 56,100 થી શરૂ થાય છે સાથે જ રહેઠાણ,વીજબિલ,ટીવી કનેક્શન,કાર વગેરેની સુવિધા પણ સરકાર તરફથી આપવામાં આવતી હોય છે.