વાસણ ધોવામાં વપરાતા સ્ક્રબર તો તમે અનેક જોયા હશે પણ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ સ્ક્રબર કેવી રીતે બને છે અને તેની પાછળ કેટલો ખર્ચ થાય છે? તમને જણાવી દઇએ કે એક સ્ક્રબર બનાવવામાં માત્ર ૧.૫ રૂપિયા જેટલો જ ખર્ચ થાય છે.
અને તે તમે ઘરે મશીન લાવીને પણ બનાવી શકો છો. હા દોસ્તો જો તમે ઘર બેઠા કામ કરવાનો વિચાર કરી રહ્યા હોય તો સ્ક્રબર બનાવવાનું કામ તમારા માટે સૌથી બેસ્ટ રહી શકે છે.હાલમાં એક કંપની દ્વારા સ્ક્રબર બનાવવાનું મશીન આપવામાં આવી રહ્યું છે.
સાથે જ રો મટીરીયલ પણ આપવામાં આવી રહ્યું છે જેનાથી તમે ઘરે બેઠા સરળતા થી સ્ક્રબર બનાવી પેક કરી તેનું વેચાણ કરી શકો છો. હવે વાત કરીએ મશીન વિશે તો એક નાનકડા સંચા જેટલી સાઈઝના આ મશીનમાં એક બાર ખાનાની ટ્રે આપવામાં આવે છે.
જેમાં તમારે કંપની તરફથી મળેલા રો મટીરીયલ માંથી એક મોટો ચોરસ ટુકડો કાપીને મૂકવાનો હોય છે. ટ્રે પર ટુકડો મુક્યા પછી એને મશીનમાં સેટ કરી સાઈડ પર આપેલા હેન્ડલ ને ગોળ ફેરવતા જવું જેથી અંદર મુકેલી ટ્રે પરના ટુકડામાંથી નાના નાના ૧૨ ચોરસ સ્ક્રબર છૂટા પડશે.
છૂટા પડેલા સ્ક્રબર ને પેક કરી તમે માર્કેટમાં વહેચી શકો છો. જણાવી દઇએ કે આ મશીન પાછળ માત્ર ૧૫ હજાર રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. જો તમે પણ આ કામ શરૂ કરવા ઈચ્છા હોય તો આ રહ્યું એડ્રેસ: ૧,દ્વારકેશ એવેન્યું લક્ષ્મીપુરા વડોદરા