રૂપ,રંગ કે પૈસા જોઈને પ્રેમ થવાના કિસ્સા તો તમે ઘણા સાંભળ્યા હશે પણ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈને કોઈ વ્યક્તિની ભક્તિ જોઈ એની સાથે પ્રેમ થયો હોય?તમે કહેશો કે આવું તો કઈ હોતું હશે આવું તો માત્ર કલ્પનામાં થાય આજના યુગમાં નહિ.
જો તમે પણ આવું વિચારતા હોય તો આજે અમે તમને એક એવી પ્રેમ કહાની જણાવીએ જેમાં કોઈ રૂપ,રંગ કે પૈસા નહિ પણ ભક્તિ મહત્વની રહી છે આ પ્રેમ કહાની છે જાણીતા ગાયક ગમન સાંથલની કોણ જાણે ક્યારે મળીશું રેગડી વગેરે માટે પ્રખ્યાત ગમન સાંથલની પત્ની મિત્તલ સાંથલનો હાલમાં એક વીડિયો સામે આવ્યો છે.
જેમાં તે ગમન સાંથલ સાથેના પ્રેમની વાત કરતા જોવા મળી રહ્યા મિત્તલે વાત કરતા જણાવ્યું કે ગમન સાંથલ તેમના મામાના છોકરાના મિત્ર હતા અને તે એકવાર રમેણ કરવા આવ્યા હતા.મિત્તલે પહેલી વાર ગમન સાંથલને ધુણતા જોયા અને તેમની ભક્તિમાં તેમને દીપોમાં દેખાયા હતા અને ગમન સાંથલ મનમાં વસી ગયા હતા.
વધુમાં તેમણે કહ્યું કે પહેલીવાર ગમન સાંથલને જોયા બાદ તેમણે મામાની છોકરી પાસેથી ગમન સાંથલ વિશે જાણકારી મેળવી હતી જે બાદ મામાની છોકરીએ ગમન સાંથલને મિત્તલ વિશે વાત કરી હતી જે બાદ બંનેએ નંબરની આપ લે કરી હતી અને વાતની શરૂઆત થઈ હતી.
મિત્તલે જણાવ્યું કે બંનેના લગ્ન કરાવવામાં આ તેમની સાસુમનો સૌથી મોટો હાથ છે તેમને જ સગા સંબંધી મોકલીને મિત્તલના ઘરમાં વાત કરાવી હતી જે બાદ બંને પરિવારની મરજીથી લગ્ન થયા હતા.
સાથે જ મિત્તલે ગમન સાંથલના સ્વભાવ વિશે પણ વાત કરી,મિત્તલે કહ્યું ગમન સાંથલ હમેશા તેમને પોતાની સાથે રાખે છે,તે હંમેશા ઈચ્છે છે કે મિત્તલ પણ તેમના ખભે ખભો મેળવી ચાલે.