હાલના સમયના અંદર ખબર આવી હતી કે તારક મહેતા માં કામ કરનાર જેનિફર બંસીવાલાએ તારક મહેતા શો ને અલવિદા કહી દીધું છે. જેને લઈને કહેવામા આવી રહ્યું છે કે હવે તારક મહેતા શો છોડ્યા બાદ જેનિફર બંસીવાલ તંગીમાં આવી ગઈ છે. હવે તેમનું બેન્ક બેલેન્સ માત્ર 80,000 રૂપિયા જ છે.
જેનિફર બંસીવાલ એ હાલમાં પોતાની આર્થિક પરિસ્થિતી ના બારામાં વાત કરી છે જેમાં તેમણે ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે. મીડિયા સાથે વાત કરતાં રોશન ભાભી એ જણાવ્યુ હતું કે મને મહિલા કલિંગ્સ સપોર્ટ નથી કરતી. રોશન ભાભી જાતે પણ માને છે કે કોઈ એકટર સાથે આવું થાત તો તે પણ ન બોલી શકે. તેમણે આગળ કહ્યું કે આ ખૂબ જ દુખની વાત છે કે હું બોલી નથી શકતી.
કહેવામા આવે છે કે જેનિફરે માર્ચ માં વિવાદ થયા બાદ આ શો ને અલવિદા કહ્યું હતું. 7 માર્ચ સુધી જેનિફર સેટ પર રહી હતી. આ દિવસ બાદ જેનિફર ક્યારેય પણ સેટ પર પાછી આવી ન હતી. જેનિફરે કહ્યું કે મને હજુ સુધી મારા કામના પૂરે પૂરા પૈસા નથી મળ્યા.
જેનિફરે કહ્યું કે જ્યારે હું શો છોડ્યો ત્યારે મને એમ લાગ્યું કે હું હવે પૈસા નહીં માંગુ. મારા 3.5 મહિનાનો પગાર હજુ બાકી છે. અને તે એક મોટી રકમ પણ છે. તેમણે આગળ જણાવ્યુ કે મારા પર વિશ્વાસ રાખો હાલમાં મારી પાસે બેન્ક માં 1 લાખ રૂપિયો પણ નથી.
જેનિફરને આગળ બતાવ્યુ કે મને વિશ્વાસ છે કે મારી મદદ ઉપરવાળો જરૂર થી કરશે. જેનિફરે આગળ જણાવ્યુ કે હું શા માટે વિચારું કે મારા ખાતામાં 80000 રૂપિયા છે ? હું શા માટે ડરું ? ભગવાને મોઢું આપ્યું છે એટલે તે ખાવાનું પણ આપશે. ભગવાને મને બધુ જ આપ્યું છે.
તમને જણાવી દઈએ કે હાલના સમયના અંદર બંસીવાલ મુંબઈ માં નથી. મુંબઈ પોઈલીસ નોધાવેલી FIR માટે તેમણે કોલ પણ કર્યો હતો. મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે હું સેક્સુયલ હેરેસ્મેંટ ને લઈને મુંજવળમાં હતી. ત્યારે તેમણે લોયરના બારમાં સમજાવવામાં આવ્યા હતા. જેનિફરે આગળ જણાવ્યુ કે મને અને મારી માતાને એક નોટિસ પણ આપવામાં આવી હતી.
જેમાં કહેવામાં આવ્યું છે કે મારા કારણે તેમને નુકસાન થયું છે મને સાત દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. પછી મારા વકીલે મને 15 વર્ષથી મારા પર જે દુર્વ્યવહાર સહન કર્યો હતો તેના વિશે લખવાનું કહ્યું. જ્યારે મેં આ વિશે લખ્યુંતો વકીલે મને કહ્યું કે જેનિફર આ જાતીય સતામણી છે.