એક શિપ પાર્ટીથી શરૂ થયેલો આ કેસ આજે અનેક વળાંક લઈ ચૂક્યો છે આ કેસમાં અભિનેતાની દીકરી દીકરા નેતાઓના દિકરાના નામ સામે આવતા મામલો રાજકારણ સાથે જોડાઈ ગયો છે એવામાં શાહરૂખ ખાન કે ગૌરી ખાનની એક સેલિબ્રિટી ઈમેજ તેમને આ કેસમાં મદદ નથી કરી રહી.
એવામાં આજે ફરી એકવાર આર્યનને કોર્ટમાં હાજર કરવામાં આવશે સવારે ૧૦:૩૦ વાગે આર્યનને હજાર કરવામાં આવશે ઉલ્લેખનીય છેકે આર્યન પર ચાલી રહેલા કેસમાં જાણીતા વકીલ સતિષ માન શિંદેને જવાબદારી સોંપવામાં આવી હતી અને કોર્ટના નિર્ણય બાદ સતિષએ શુક્રવારે આર્યનની જામીનની અરજી મેજિસ્ટ્રટ કોર્ટમાં કરી હતી.
જે બાદ મેજિસ્ટ્રટ કોર્ટમાં અરજી નામંજૂર થવાના કારણે આર્યનને શનિ અને રવિ બે દિવસ જેલમાં જ રહેવું પડ્યું હતું એવું પણ કહેવાય રહ્યું હતું કે વકીલ સતિષ માનશિંદેએ જો સેશન્સ કોર્ટમાં અરજી કરી હોત તો આર્યનને જામીન મળી ગયા હોત ત્યારે વકીલે ફરી જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.
જે બાબતે આજે ૧૦:૩૦ કલાકે કોર્ટમાં સુનવણી કરવામાં આવશે જો કે હાલમાં આર્યનના કેસનો બધો આધાર આજના ચુકાદા પર છે ત્યારે એક જ દિવસમાં કોર્ટ કોઈ નિર્ણય લે છે કે નહિ તે જોવું રહ્યું તમને જણાવી દઇએ કે આર્યનના સપોર્ટમાં ન માત્ર બોલીવુડના લોકો પરતું સુશાંત સિંહ રાજપૂતના ચાહકો પણ સામે આવ્યા છે સુશાંતનું સમર્થન કરનારા ચાહકોએ શાહરૂખના ઘરની બહાર આવીને પોતાનું સમર્થન આપ્યું હતું આ સિવાય કરણ જોહર પણ શુક્રવારે શાહરૂખ ખાનના ઘરે પહોંચ્યા હતા.