નવરાત્રી એટલે ગુજરાતીઓનો મનગમતો તહેવાર આ નવે દિવસે માતાજીના પારે ભક્તો દર્શન કરી ગરબા રમે છે જયારે આજે માતાજીનું ચોથું નોરતું ચાલી રહ્યું છે ત્યારે યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની લાઈનો લાગી છે આજે રવિવાર હોવાથી માં મહાકાળીના પારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું આમ દિવસે પણ પાવાગઢમાં ભક્તોની ભીડ રહેતી હોય છે ત્યારે અત્યારે નવરાત્રિ નો સમય ચાલુ હોવાથી માનવમહેરામણ ઉમટી પડ્યું હતું.
આજે પાવાગઢ ટ્રસ્ટ દ્વારા સવારે 4 વાગે મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતુ સવારે ચાર વાગે મંદિર ખોલતાંજ ભક્તો ઉમટી પડ્યા હતા મહાકાળીમાં ના નામ સાથે ભકતોએ વાતાવરણ ગુંજી ઉઠ્યા હતા માતાજીના ભક્તો આમ તો પહેલા નોરતાના દિવસેજ ભક્તોની ભીડ જામી હતી મહાકાળીના મંદિરે ભક્તો ગુજરાતના ખૂણે ખૂણે થી દર્શને આવતા હોય છે માતાજીના દર્શનો લાવો લેવા રોજની જેમ આજે પણ ભક્તો ઉમટી પડ્યા હતા
ભક્તોની ભીડ થતા મહાકાળી ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થા જાળવવમાં આવી રહી છે અહીં ભક્તો જય જય મહાકાળીના બોલતા દર્શનનો લાભ લીધો હતો જયારે માતાજીના પવિત્ર નોરતા ચાલી રહ્યાછે આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબાની મજૂરી આપવામાં આવી છે તજે 400 લોકોની મજૂરી આપવામાં આવી છે છતાં પણ ઘણી જગ્યાએ લોકોની ભીડ જામી રહી છે અને પોલીસ તંત્રદ્વારા પણ તમામ વ્યવસ્થા જાળવી રહી છે.