માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પોતાના ડાયરાના પડકારે સ્ટેજ ધ્રુજાવતા લોક સાહીત્ય અને ધાર્મિક વાર્તાઓ નો અખુટ ખજાનો પોતાની આગવી શૈલીમાં રજૂ કરતાં રાજભા ગઢવી આજે ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે રાજભા ગઢવી પાસે આજે કરોડોની સંપત્તિ છે તેઓ મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ માં ફરે છે પરંતુ ઘણા લોકોને એ ખબર નહીં.
હોય કે રાજભા ગઢવી એક સમયે ગીર ના જંગલ વિસ્તારમાં ગાયો ભેંસો ચરાવતા હતા તેમની પાસે કોઈ ગાડી નહોતી તેઓ બશ માં બેસીને પ્રોગ્રામ કરવા જતા હતા તેઓ આજે પણ પોતાના જુના દિવસો ભુલી શકતા નથી અને આજે પણ તેઓ સરળ અને અંહકાર વિના પોતાના ફાર્મહાઉસમાં સાદગી ભર્યું જીવન વ્યતિત કરે છે.

રાજભા ગઢવી નો જન્મ અમરેલી ના ગીરમાં કનકાઈ બાણેજ પાસેના લીલાપાણી નેશ માં થયો હતો તેઓ નાનપણથી જ સાહિત્ય પ્રત્યે ખૂબ રુચી ધરાવતા હતા તેઓ ગીરના જંગલોમાં સાવજો ની વચ્ચે રમીને મોટા થયા તેમને વધારે અભ્યાસ નથી કર્યો એ છતાં પણ તેઓ સંગીત ક્ષેત્રે ખુબ નામના ધરાવે છે તેમને ગીર વિસ્તારમાં પોતાનું ફાર્મહાઉસ બનાવ્યું છે.
જેમાં ઘણા બધા વૃક્ષો ની વાવણી કરેલી છે ફુલો ફળો શાકભાજી ના છોડ પણ તેમને વાવેલા છે રાજભા ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેઓ પ્રકૃતીના ખોળે આનંદ માણતા જોવા મળે છે રાજભા ગઢવી જ્યારે ભેંસો ચરાવવા માટે જતા હતા ત્યારે તેઓ રેડિયો પર ભજન સાંભળતા.

રાજભા ગઢવી વધારે ભણેલા નથી પરંતુ તેમના પિતાએ તેમને રામાયણ મહાભારત ભાગવત ગીતા જેવા ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન આપ્યું હતું પોતાના બાજુના ગામમાં એક પ્રોગ્રામ રાખેલો હતો જેમાં મુખ્ય કલાકાર ની ગેરહાજરીના કારણે પ્રોગ્રામ બંધ રહે એવી સ્થિતિ માં રાજભા ગઢવી એ પ્રથમ વાર સ્ટેજ પર ચડીને દુહા છંદ લલકારતા તેઓ ધીમે ધીમે ખુબ લોકપ્રિય બન્યા.

અને તેમનું જીવન બદલાયું આજે તેઓ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશ ડાયરા ના પ્રોગ્રામ આપે છે રાજભા ગઢવી પોતાના ફાર્મ હાઉસની શેર કરેલી તસવીરોમાં તેઓ બાજરીના રોટલા છાસ અને ચટણીના દેશી ભોજનનો આનંદ માણતા જોવા મળે છે તો બીજી તસવીર મા તેઓ બોરડીના બોર ખાતા જોવા મળે છે તો રાજભા ફળો.

ઉતારતા જોવા મળે છે રાજભા ગઢવી એ પોતાના ફાર્મ હાઉસ માં રહેલા આંબા ની તસવીરો પણ શેર કરી છે રાજભા ગઢવી નું આ ફાર્મ હાઉસ ગીરના ખોળામાં આવેલું છે જેમાં શેર કરેલી તસવીરો માં તેઓ પોતાની ફોરચ્યુનર ગાડી લઈને જતા પણ જોવા મળે છે રાજભા ગઢવી એ ઘણા બધા કાવ્યો ની રચના પણ કરી છે.

સાથે રાજભા ગઢવી એ અનેક વર્ષ સુધી ગીરના જંગલોમાં પરીભ્રમણ કરીને અધ્યયન કરીને ગીરની ગંગોત્રી નામનુ પુસ્તક પણ લખેલું છે રાજભા ગઢવી ના પ્રોગ્રામોમાં ચલણી નોટ નો વરસાદ જોવા મળે છે માત્ર લોકો જ નહીં પરંતુ મોરારીબાપુ પણ રાજભા ગઢવીના ચાહક છે તેઓ હંમેશા રાજભા ગઢવી ના

.
પ્રોગ્રામમાં તાલીઓ વગાડતા જોવા મળે છે રાજભા ગઢવી પોતાના મિત્ર કિર્તીદાન ગઢવી સાથે ઘણી વાર જુગલબંધી ના પ્રોગ્રામ કરતા જોવા મળે છે રાજભા ગઢવી દેશભક્તિ ના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરે છે તેઓ રાષ્ટ્રવાદી વૃત્તી ધરાવે છે અને હંમેશા સનાતન હિન્દુ ધર્મ પ્રત્યે આદર ભાવના.

ધરાવી ને ખોટા નો હંમેશા પ્રતિકાર કરતા પણ જોવા મળે છે તેઓ હંમેશા ભારતના ઈતીહાસ ને ઉજાગર કરતા જોવા મતે છે મહારાણા પ્રતાપ માટે તેમને એક સોગં પણ ગાયું છે જે વિડિયો આલ્બમ સોગં લોકોએ ખુબ પસંદ કર્યું હતું તેમનો આજે પણ એ રાણો મારો રાણા ની રીતે ખુબ જ ફેમસ છે.