દેશભરમાં ઘણા બધા યુવાનો એવા પણ છે જેવો એ પોતાના સંઘર્ષમય જીવન અને સામાન્ય પરિસ્થિતિમાં રહીને પોતાની આગવી કાર્યશૈલી અને બુદ્ધિથી ગૌરવપૂર્ણ કાર્ય થકી અનોખી સિદ્ધિ મેળવી અને દેશનું નામ રોશન કર્યું છે એ વચ્ચે બનાસકાંઠા પાલનપુરના નાના એવા ગામ ભાટીબ ના બે યુવાનો એ પોતાના ગામ સહીત.
ગુજરાત નું નામ સમગ્ર નેશનલ ટેલિવિઝન પર રોશન કરી દેખાડ્યું છે પાલનપુરના નાના એવા ગામ માં રહેતા ધવલ નાઈ અને તેના ભાઈ જયેશ નાઈએ ચા ના કપ ધોવાનું એક મશીન બનાવ્યું છે સાંભળવામાં સામાન્ય લાગતું આ મશીન ચાની કીટલી ઉપર અનહાઇજેનીક જે રીતે ચા ના કપ ધોવાની જે સિસ્ટમ છે તેમાં બદલાવ લાવી શકશે.
જે મશીનને લઈને બંને ભાઈઓ પહોંચ્યા પ્રચલીત શો શાર્ક ટેન્ક માં જ્યાં આ તેમના બનાવેલા આ મશીન પર શાર્કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને અહીંથી જ આ બંને ભાઈઓને પોતાના બિઝનેસને આગળ વધારવામાં નવો રસ્તો પ્રાપ્ત થયો શાર્ક ટેન્ક માં 1 હજાર થી વધારે ફોર્મ ભરાયા હતા ધવલ નાઈ એ જણાવ્યું કે એ સમયે.
અમને વિશ્વાસ નહોતો થયો કે અમારો નંબર આવી શકે છે પરંતુ અમારું સિલેક્શન 200ના લિસ્ટ માં થયું અને અમને ખૂબ સપોર્ટ પણ મળ્યો આ મશીન બનાવવામાં ધવલને ખૂબ જ મહેનત લાગી હતી પરંતુ આખરે તેની મહેનત રંગ લાવી જયેસ અને ધવલને મળેલી આ સફળતાને પોલીટેનીક કોલેજના.
આચાર્ય પણ બિરદાવી રહ્યા છે અત્યારે આ મશીન ની માગં ના માત્ર ગુજરાતમાં પરંતુ મહારાષ્ટ્ર બેંગ્લોર કર્ણાટક અને તમિલનાડુમાં પણ થઈ રહી છે ધવલ નાઈ અને તેના ભાઈ જયેસ નાઈ એ રાત દિવસ મહેનત કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે સમગ્ર વિસ્તારમાં તેમને ગૌરવશાળી કાર્ય કરી બતાવ્યું છે.