જાણીતા લોકગાયક ગમન સાંથલનો એક વિડિયો હાલમાં યુટ્યુબ પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં તેઓ પોતાના ખેતરમાં મોજ માણતા જોવા મળી રહ્યા છે વીડિયોમાં ગમન સાંથલ પોતાના ખેતરમાં એક ખાટલા પર સુતા જોવા મળી રહ્યા છે અને તેમની કાર ખેતરમાં જ ઉભી રાખી છે સાથે જ ખેતરમાં તેમના કેટલાક મિત્રો પણ આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.
ગમન સાંથલ ઓળખના મહોતાજ નથી આજે નાના મોટા સૌના મોઢે તેમને ગાયેલા ગીતો ચડી ગયા છે દેવ દ્વારકાનો નાથ મા!ફિયા રેગડી વગેરે ગીતો દ્વારા તેમને ગાયકીમાં નામ બનાવ્યું છે આજે અમે તમને ગમન સાંથલના જીવન વિશે કેટલીક એવી માહિતી આપીશું જે તમે ક્યારેય નહિ જાણી હોય.
ગમન સાંથલને લોકો ગમન ભુવજીના નામથી ઓળખે છે મહેસાણા પાસે આવેલા સાંથલ ગામના રહેવાસી ગમન પોતાના ગામનું નામ જાણીતું બને તે માટે પોતાના નામ પાછળ ગામનું નામ લખાવે છે ગમન ભુવાજીનો પરિવાર ગરીબ હતો તેથી તેઓ 11 વર્ષની ઉંમરમાં જ અમદાવાદ શહેરમાં આવી ગયા હતા અને ફાઇનાન્સ ક્ષેત્રમાં તેમને નોકરી કરી હતી જેમના તેમને ૨૦૦૦ થી ૩૦૦૦ રૂપિયા પગાર મળતો હતો.
જો કે તમને જણાવી દઇએ કે એક સમયે ૩૦૦૦ રૂપિયાનો પગાર મેળવનાર ગમન સાંથલ હાલમાં ૨ લાખ રૂપિયા કમાય છે તેમની પાસે ગણી મોંઘી કાર પણ છે વધુમાં તમને જણાવી એ કે ગામમાં સાંથલને પન્નાલાલ પટેલનું માનવીની ભવાઇ પુસ્તક ખૂબ જ ગમે છે ઉપરાંત તેમને સલમાન ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ જોવી ગમે છે તેમજ ગોવા અને મનાલી તેમની મનપસંદ જગ્યા છે.