ટીવી શો કરિશ્મા કા કરિશ્મા એક સમયે બધાનો મનગમતો શો હતો શો વર્ષ 2003 માં આવ્યો હતો જેની નાનકડી કરિશ્મા એટલે કે શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા ની ફિલ્મ કલ હો ના હોની જિયા કપૂર મિત્રો તેને કોઈ કેવી રીતે ભૂલી શકાય એ માસુમ અને ક્યૂટ ચેહરો ફેન્સને આજે પણ યાદ છે.
આ બંને પાત્રોમાં બાળ કલાકાર ઝનક શુક્લાને ખૂબ પસંદ કરવામાં આવી હતી પરંતુ એ ઝનક શુક્લા હવે 26 વર્ષની છે અને હાલમાં જ ઝનકની સગાઈ થઈ છે તેના થનાર પતિનું નામ સ્વપ્નિલ સૂર્યવંશી છે ઝનક એ શો અને ફિલ્મ શિવાય પણ કેટલીક ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કરી ચુકી છે.
પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ઇન્ડસ્ટ્રીઝ થી દૂર છે અને તેણે આખરે કેમ એકટિંગ થી દૂર રહી એ પણ સામે આવી ગયું છે અભિનયની દુનિયા છોડવા પાછળનું કારણ જણાવતાં ઝનક શુક્લાએ કહ્યું મારા માતા પિતા ઇચ્છતા હતા કે હું મારો અભ્યાસ પહેલા પૂરો કરું અને હું પણ એવું જ કરવા માંગતી હતી.
તેથી જ મેં અભિનય છોડી દીધો અને ભણવામાં ધ્યાન આપ્યું હતું અત્યારે ઝનક સારું એવું શિક્ષણ મેળવ્યું છે ઝનકે આર્કિયોલોજી માં એમએની ડિગ્રી મેળવેલી છે આ સાથે જ ઝનક ફૂડ બ્લોગિંગ પણ કરે છે ઝનક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેના અત્યારે લાખો ફોલોવર છે.