સાલ 2001 માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ગદર એક પ્રેમ કથા ખૂબ જ હિટ રહી હતી ફિલ્મ માં સની દેઓલ અમિષા પટેલ મુખ્ય ભુમીકા માં જોવા મળ્યા હતા અને અમરીશ પુરી વિલન ના પાત્રમાં જોવા મળ્યા હતા ફિલ્મ ની કહાની ભારત પાકિસ્તાન ના ભાગલા પર આધારિત હતી જેમા સની દેઓલ ના દેશભક્તિ ના,
ડાયલોગ દર્શકો એ ખુબ પસંદ કર્યા હતા ફિલ્મ બોક્સ ઓફિસ લાંબો સમય ધુમ મચાવતી રહી અને ખુબ કમાણી સાથે ફિલ્મ ગદર એક પ્રેમ કથા એ ઘણા રેકોર્ડ બ્રેક કર્યા હતા એ વચ્ચે ગયા વર્ષે દશેરાના દિવસે ગદર ટુ ફિલ્મ નું એલાન કરવા મા આવ્યું હતું અને શુટીંગ પણ શરુ કરી દેવામાં આવ્યું હતુ ફિલ્મ ગદર નો બીજો ભાગ 21.
વર્ષ બાદ રીલીઝ થવા જઈ રહ્યો છે જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફિલ્મ ગદર ટુ માં સાલ 1975 ભારત અને પાકિસ્તાન ની લડાઈ વખતે ની કહાની દર્શાવવામાં આવશે આ વખતે સની દેઓલ પોતાની પત્ની સખીના ને લેવા નહીં પણ પોતાના દિકરા માટે પાકિસ્તાનમા જશે આ ફિલ્મના શુટીંગ.
સેટ પર સની દેઓલ રડી પડ્યા હતા જેનું કારણ અમરીશ પુરી હતા જેમનો સેટ પર ફોટો મુકી શ્રધાંજલિ આપીને શુટિંગ શરુ કરવામાં આવ્યું હતું અમીરીશ પુરી જેઓ ગદર એક પ્રેમ કથા માં વિલન માં જોવા મળ્યા હતા તેઓ ની યાદો આજે પણ સની દેઓલ ની સાથે જોવા મળી હતી ગદર 2 માં.
વિલન ની ભુમીકા માં મનીષ વાદવા અને સજ્જાદ ડેલાફોર્સ જોવા મળશે બે વિલનો સની દેઓલ ને ટક્કર આપતા જોવા મળશે તો સની દેઓલ ના દિકરા ના પાત્રમાં ઉત્કર્ષ શર્મા જોવા મળશે જે ફિલ્મના કર્તાહર્તા ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર અનિલ શર્મા ના પુત્ર છે જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ફિલ્મ દેશભક્તિ ના કોઈ ખાશ તહેવાર પર રીલીઝ થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ફિલ્મ ગદર ટુ આવનાર વર્ષ 2023 માં 26 મી જાન્યુઆરી એ રીલીઝ થઇ શકે છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે જો એવું થાય તો શાહરૂખ ખાન ની ફિલ્મ પઠાન ને ટક્કર આપી શકે છે.