સખત મહેનત અને આત્મ વિશ્વાસ ના જોરે કોઈપણ સ્થાન મેળવી શકાય છે પરીસ્થીતી રણ માં રોપે છતાં વિના પાણી એ થોર બનીને ઉગી નીકળે પોતાના મનોબળ અને ટેલેન્ટ ના જોરે સામાન્ય પરીવારમાં ઉછરેલી પાયલ ઠાકોરે સતત સાડા ત્રણ વર્ષની મહેનત બાદ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અંડર 15 ની.
ટીમ માં સ્થાન મેળવ્યું પાયલ ઠાકોર સતીશ દેસાઈ જેઓ પાયલ ના કોચ છે તેમને જણાવ્યું હતું કે પાયય ક્રિકેટ પ્રત્યે ખુબ રુચી ધરાવતી તે તેના મામા ના ઘેર રહેતી તે સામાન્ય પરીવાર માંથી આવે છે પાલનપુર જીડી મોદી કોલેજ માં તે છોકરાઓ સાથે ક્રિકેટ રમતી એ છતાં પણ તે મિડલ ઓર્ડર.
બેટ્સમેન તરીકે બેટીગં કરતી અને 56 રન સુધી બનાવતી પોતાના મામાના ઘેર રહેતી પાયલ ઠાકોર ને તેના મામા સહિત સગા વાલા પણ આર્થિક સહયોગ આપી રહ્યા છે પાયલ ઠાકોર આગામી સમયમાં બનાસકાંઠા માં ખૂબ મોટું નામ બનીને સામે આવી શકે છે તેને પુરુષ ક્રિકેટ માં પણ આગવી.
સિદ્ધિ મેળવીને ઘણા બોલરોને હંફાવે છે એ વચ્ચે તેનુ નામ સિલેક્ટ થતા સમગ્ર પંથકમાં ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી સમયે ગુજરાત અંડર 15 ટીમ જયપુર માં તે પાચં ટીમો સાથે ટકરાશે પાયલ ની બેટીગં જોઈ સિલેક્ટરો પણ હેરાન રહી ગયા હતા મહિલાઓ સામે તેની બેંટીગ.
જોતા સિલેક્ટરો જણાવી રહ્યા હતા કે પાયલ ઠાકોર આગામી સમય માં બનાસકાંઠા સાથે સમગ્ર ગુજરાત નું નામ રોશન કરશે તેનામાં એ કાબીલીયત છે કે તે ભારતીય ક્રિકેટ ટીમ માં સ્થાન મેળવી શકે સિલેક્ટરો એ ખાન પાયલ ઠાકોર નું નામ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન માં મોકલી દિધું છે.