અત્યારે બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે કેટલાક સોસીયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છેકે અર્જુન કપૂર અને મલાઈકા અરોડા તેમના પહેલા બાળકના માતા પિતા બનવા જઈ રહ્યા છે એટલે કે 49 વર્ષની ઉંમરે મલાઈકા અરોડા પ્રેગ્નેટ થઈ છે.
પરંતુ સામે આવેલી એ ખબર ખોટું હોવાનું સામે આવ્યું છે તેના વિશે અર્જુન કપૂર અને મલાઈકા એ ચોખવટ કરી છે હકીકતમાં ન્યૂઝ આર્ટિકલનો સ્ક્રીન શૉટ શેર કરતાં અર્જુને કપૂરે લખ્યું કે તમે જે કહી રહ્યા છો તે તદ્દન ખોટું છે ખોટા સમાચાર શેર કરવા ખોટું છે માટે તેના પર ધ્યાન ન આપીવું.
અર્જુન કપૂરે આગળ લખતા કહ્યું આવા કેટલાક પત્રકાર નિયમિતપણે આવા ખોટા ન્યુઝ લખે છે આવા ખોટા લખોને આપણે અવગણના કરવી જોઈએ અને આવા ખોટા ન્યુઝ મીડિયામાં ફેલાય છે અને સાચા બની જાય છે પરંતુ આ યોગ્ય નથી અમારા અંગત જીવન સાથે રમવાની હિંમત ના કરો.
અર્જુન કપૂર સાથે મલાઈકા અરોડા એ પણ આ સમાચાર સાંભળીને ગુસ્સાથી લાલ પીળી થઈ ગઈ હતી અને તેના પર પ્રતિક્રિયા આપતા તેણે આ સમાચારને અત્યંત ઘૃણાસ્પદ ગણાવ્યા છે અને આવા ન્યુઝ છાપતા પત્રકારો પર પ્રહાર પણ કર્યા મલાઈકા અરોડા એ પણ ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રીનશોટ શેર કરીને ગુસ્સો વ્યક્ત કર્યો છે.