ગુજરાતી લોકસાહિત્યકાર ડાયરાના બેતાજ બાદશાહ દેશ વિદેશમાં પોતાના નામના ડંકા વગાડનાર ગુજરાતી સાહિત્ય ગરબા સંતવાણી જીવા પ્રોગ્રામોથી સમગ્ર ગુજરાતમાં લોકપ્રિયતા મેળવનાર કિર્તીદાન ભાઈ ગઢવી ને વોટ આપવા જતા હતા ઇસમે અટકાવવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાતમાં.
આજે વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે મતદાન કરવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ઘણા બધા વિસ્તારોમાં પ્રથમ ચરણનું મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે એ વચ્ચે ગુજરાતના ફેમસ કલાકાર કિર્તીદાન ભાઈ ગઢવી મતદાન કરવા માટે પહોંચ્યા હતા પરંતુ તેમની પાસે.
આધાર કાર્ડ ની ઓરીજનલ કોપી ના હોવાના કારણે તેમને બહાર જ અટકાવી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં તેઓની પાસે આધાર કાર્ડની ઝેરોક્ષ હતી પરંતુ તે ચૂંટણી પંચ અધિકારીઓએ ચલવી નહોતી અને તેમને રોકી દેતા કિર્તીદાન ભાઈ ગઢવી એ જિલ્લા કલેકટરને ટેલીફોનિક સંવાદથી રજૂઆત કરી હતી.
ત્યારબાદ જિલ્લા કલેકટરે આ બાબતની નોંધ લેતા તેમની આધાર કાર્ડ ની ઝેરોક્ષ પણ ફોટો સાથે ચાલી શકે છે તેમ જણાવતા મામલો થાળે પડ્યો હતો કિર્તીદાનભાઈ ગઢવીને રોકતા આજુબાજુ ઘણા બધા લોકો એકત્ર થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં પોલીસનું કાફલો ખડકાઈ દેવામાં આવ્યો હતો
પરંતુ જિલ્લા કલેકટરને આ રજૂઆત કરતા તેઓએ આ મામલાને શાંત પાડીને કિર્તીદાનભાઈ ગઢવી ને વોટ આપવા માટે જવા દેવામાં આવ્યા હતા. મતદાન સ્લીપ સાથે કોઈપણ ફોટો આઈડી કાર્ડ ચાલી શકે છે જેમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સમાવેશ છે લોકોએ પોતાના.
ફોટો આઇડી કાર્ડ સાથે રાખવું પડે છે પરંતુ કિર્તીદાન ભાઈ ગઢવી પાસે ઓરીજનલ કોપી ના હોવાના કારણે ચૂંટણી પંચ અધિકારીઓ એ તેમને રોક્યા હતા પરંતુ ઝેરોક્ષમાં પણ તેમનો ફોટો પ્રતીક થતો હોવાના કારણે તેમને જવા દેવામાં આવ્યા હતા મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.