ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં લોક સેવાના કાર્યો થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા પોપટભાઈ આહીર પોતાના ચેરેટીબલ ટ્રસ્ટ થકી રસ્તા પર રજડતા લોકોની સહાયતા કરતા ઘણી વાર જોવા મળે છે તેમને નવું જીવન આપવા હંમેશાં પ્રયત્ન કરે છે એ વચ્ચે તાજેતરમાં પોપટભાઈ આહીર બરોડા પહોંચ્યા હતા ત્યાં રસ્તા પર એ ખૂબ જ.
દૈનિક સ્થિતિમાં ફાટેલા તૂટેલા મેલા કપડા અને વધેલી દાઢી સાથે સામાન સાથે બેઠેલા એક દાદા દેખાયા ત્યાં જઈને પોપટભાઈ આહીર તેમની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો દાદાએ પોતાનું નામ ભગવાનદાસ સીતારામ જણાવ્યું અને તેઓ પેથાપુર ગાંધીનગરના વતની હોવાનું કહ્યું પોપટભાઈ આહીર તેમને જણાવ્યું કે તમે આવી સ્થિતિમાં.
શા માટે અહીં રસ્તા પર રહો છો ત્યારે દાદાએ જણાવ્યું કે મારી ઉંમર 72 વર્ષની થઈ ગઈ છે મારી પત્ની એ આ સંસાર છોડી દીધો છે દીકરીઓના લગ્ન કરાવી દીધા છે એક અકસ્માતમાં હું કામ કરવામાં અસમર્થ છું હું અહીં રસ્તા પર બેસીને ભીખ માગું છું જે પણ કાંઈ પૈસા મળે તેનાથી મારું પેટ કરું છું તેઓ એક નોટબુક લઈને.
કંઈક લખી રહ્યા હતા ત્યારે પોપટભાઈ આહીર તેમને પૂછ્યું કે તમે શિક્ષિત છો ત્યારે દાદાએ જણાવ્યું કે હું નવ પાસ છું પરંતુ આટલી ઉંમરે મને કોણ નોકરી આપે હું કામ નથી કરી શકતો કોણ મને સાચવે દીકરીઓ પાસે હું જવા માગતો નથી તેમને મારી પરિસ્થિતિની ખબર પણ નથી અને હું જાણ પણ કરવા માગતો નથી.
પોપટભાઈ આહીર જણાવ્યું કે તમારી પાસેથી કેટલી દુર્ગંધ આવે છે તમે રસ્તા પર શા માટે રહો છો ચાલો મારી પાસે હું તમને લઈ જવું તો દાદા ના પાડી કે મારે નથી આવું મને મારી સ્થિતિમાં તમે છોડી દો એ સમયે પોપટભાઈએ આગ્રહ કરતા દાદા તેમની સાથે આવવા માટે તૈયાર થયા પોપટભાઈ આહીર તેમને પોતાના ચેરીટેબલ ટ્રસ્ટમાં.
લઈને આવ્યા ત્યાં તેમની સ્થિતિ સુધારવા માટે તેમના વાળ કાપ્યા તેમની દાઢી કરીને તેમને સ્વચ્છ પાણીથી નવડાવી તેમને સારા કપડાં પહેરવા માટે આપ્યા અને જમવા માટે ભોજન આપીને તેમને જણાવ્યું કે હવે પછી દાદા તમારે ક્યાંય નથી જવાનું તમારે અહીં જ રહેવાનું છે ભગવાનનું નામ લેવાનું છે.
અમે તમને સાચવીશું અમે તમારા દીકરા છીએ એમ સમજજો ભલે તમારી દિકરો ના હોય પરંતુ હું તમારો દીકરો છું એમ જણાવીને દાદા ને પોતાના ચેરટીબલ ટ્રસ્ટમાં સ્થાન આપ્યું લોકોને પણ અપીલ કરી કે વૃદ્ધ સહાય બે સહારા લોકોની હંમેશા મદદ કરજો જીવનમાં આ એક કામ આપનાથી થાય તો એ જરૂર કરજો.