દેશભરમાં અકસ્માત ની ઘટનાઓ ખુબ વધી રહી છે એ વચ્ચે તાજેતરમાં જ પાટણ જીલ્લાના સરીયદ થી પાટણ જતા રસ્તા પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો સરીયદ પાસે આવેલ ખુશી હોટેલ પાસે એક પુરપાટ ઝડપે આવતી કારે બાઈક સવાર બે ખેડુતોને ટક્કર મારતાં ગંભીર ઇજાઓ થતાં.
તેમને 108 ની મદદથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઇજાઓ ના કારણે ડોક્ટર તેમને બચાવી શક્યા નહોતા અને બંને ખેડૂતોના કમકમાટીભર્યા મો!ત નિપજ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર સરીયદ થી સરસ્વતી કોર્ટના કામે આવી રહેલા.
ઠાકોર અમરતજી મસાજી ઉમંર 65 વર્ષ અને ઠાકોર ઈશ્ર્વરજી તલાજી ઉમંર 55 વર્ષ બંને કોર્ટમાં હાજરી આપવા માટે બાઈક લઈને આવી રહ્યા હતા આ દરમિયાન કાર ચાલકે ટક્કર મારતાં આ ઘટના બની હતી જેમાં ઠાકોર અમરતજી અને ઠાકોર ઈશ્ર્વરજી નું નિધન થયું હતું જે માહિતી મળતાં જ.
મૃતકોના પરીવારજનો સમેત ભાજપ અગ્રણી કે શી પટેલ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા પરંતુ ડોક્ટર બચાવવામાં અસમર્થ રહ્યા હતા લોકો આ ઘટના પણ રોષ વ્યક્ત કરીને ખાડાઓ ના કારણે જ આ અકસ્માત થયો એમ જણાવી રહ્યાછે આ સમગ્ર ઘટના પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.