ઉતરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્ર્વર વિસ્તારમાં થયેલી ફરિયાદના આધારે ગુમ થયેલી અંકિતા ભંડારીનો મૃતદેહ મળી આવ્યો છે પોલીસે મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીછે આ પુરા મામલેનો ખુલાસો રીસોર્ટ માલિક પુલકિત આર્ય મેનેજર સૌરભ ભાસ્કર આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તાના આધાર પર કર્યો હતો.
પુલકીત આર્ય હરિદ્વાર ના ભાજપ નેતા વિનોદ આર્ય નો છોકરોછે જે વિનોદ આર્ય ભાજપ સરકારમાં રાજ્ય મંત્રી પણ રહેલા હતા ઋષિકેશ માં પુલકિત આર્ય નું એક રિસોર્ટ આવેલુંછે જે રિસોર્ટમાં અંકિતા ભંડારી રિસેપ્શનિસ્ટ ની નોકરી કરતી હતી 19 વર્ષની અંકિતા ભંડારી તારીખ 18 સપ્ટેમ્બર થી લાપતા હતી એનો ફોન ના.
લાગવા પર તેના માતા પિતા રિસોર્ટમાં ફોન કર્યો પરંતુ ત્યાંથી અમને કોઈ વ્યવસ્થિત જવાબ ન મળ્યો તારીખ 19 સપ્ટેમ્બરે એના માતા પિતા પોલીસમાં ગુમસુધાની ફરિયાદ નોંધાવી એ પછી સોશિયલ મીડિયા પર આ વાતને ખૂબ જ ઉછાળવામાં આવી અને મીડિયા પણ મા બાપના સપોર્ટમાં આવ્યું મામલો ખૂબ મોટો બની ચૂક્યો હતો.
જેની જિલ્લા પોલીસને જાણ થતા આ કેસ ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવ્યો પોલીસે ઘણા બધા લોકોના ન્યાય માટેના કેમ્પિયન જોઈને 24 કલાકમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા જેમાં બીજેપી પૂર્વ રાજ્યમંત્રી વિનોદ આર્ય ના દીકરા પુલકિત આર્ય મેનેજર સૌરભ ભાસ્કર આસિસ્ટન્ટ મેનેજર અંકિતા ગુપ્તાને ગિરફ્તાર કરી લીધા.
શરૂઆતમાં આરોપીઓ પોલીસને ગુમરાહ કરતા નિવેદનો આપવામાં લાગ્યા પરંતુ પોલીસે ખૂબ કડકાઈથી પૂછપરછ કરતા પોતાનો અપરાધ કબુલતા કહ્યું કે અંકિતા ભંડારીની અમે હત્યા કરીને નહેરમાં ફેંકી દીધી હતી પોલીસની ટીમોએ નહેરમાંથી અંકિતા ભંડારીનો મૃતદેહ શોધી નાખી અને પરિવારજનોને પોસ્ટમોટમ કરીને સોંપી ત્યારબાદ.
સમગ્ર બાબતની તપાસ કરતા જાણવા મળ્યું કે પૂલકિત આર્ય પોતાના રિસોર્ટને ફાઇવ સ્ટાર નો દરજ્જો દેવા માટે અંકિતા ભંડારી ને વે!શ્યા વૃત્તિમાં ધકેલવા માગતો હતો તે રિસોર્ટમાં આવતા કસ્ટમર સાથે અંકિતા ભંડારીને સુવા માટે મજબૂર કરતા અંકિતા ભંડારીએ ના પાડતા તેને મોતને ઘાટ ઉતારીને નહેરમાં ફેંકી દીધી હતી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.