દેશ વિદેશમાંથી અનેક ચોંકાવનાર કિસ્સા આવતા હોય છે એવોજ એક કિસ્સો બ્રાઝિલમાંથી આવ્યો છે એક 19 વર્ષની છોકરીએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે પરંતુ અહીં નવાઈની વાત એ છેકે બંને બાળકોના પિતા અલગ અલગ છે આવું જોઈને ડોક્ટર પણ આષ્ચર્યચકિત થઈ ગયા છે.
મિત્રો આ ચોંકાવનારો કિસ્સો બ્રાઝિલના ગોઇઆસ પ્રાંતના મિનેરોસ જિલ્લાનો છે અહીં એક છોકરીએ એક જ દિવસે બે પુરુષો સાથે સંબંધ બાંધ્યા હતો અને 9 મહિના પછી જોડિયા બાળકોને જન્મ આપ્યો મીડિયા રિપોર્ટ્સ મુજબ અહીં વાંધો એ વાતનો હતો કે જોડિયા બાળકના પિતા કોણ છે અને તેની.
પુષ્ટિ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો તો રિપોર્ટ જોઈને ડોક્ટર સાથે યુવતી પણ ચોંકી ગઈ હતી યુવતીએ જણાવ્યું કે તેઓ એક યુવકને બંને બાળકોનો પિતા માનતી હતી પરંતુ ટેસ્ટમાં તે એક જ બાળકનો પિતા બન્યો બંને બાળકોના પિતા અલગ અલગ હતા તે પણ આશ્ચર્યજનક છેકે બંને બાળકો લગભગ એકસરખા દેખાય છે.
યુવતીએ કહ્યું મને યાદ આવ્યું કે ત્યારે મારું અન્ય વ્યક્તિ સાથે અફેર હતું તેની સાથે પણ સબંધ બાંધ્યો હતો ડોક્ટરોનું માનવું છેકે આવી દુર્લભ ઘટનાઓ થઈ શકે છે અને આ 10 લાખમાંથી એક કેસ કયારેક જોવા મળે છે અને ત્યારે થઈ શકે છે જ્યારે એક જ માતાના બે ઇંડા જુદા જુદા નર દ્વારા ફળદ્રુપ થાય છે.