રણવીર સિંહ હાલમાં જ પોતાના નિર્વસ્ત્ર ફોટોશૂટને કારણે ચર્ચામાં આવ્યા હતા આ ફોટોશૂટને કારણે અભિનેતા સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થયો હતો લોકો તેનો ખુબ વિરોધ કર્યો હતો જયારે કેટલાક અભિનેતા અને અભિનેત્રીએ સપોર્ટ પણ આપ્યો હતો આટલું જ નહીં રણવીર સામે અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા હતા
તેના બાદ મુંબઈમાં રણવીર સામે નિર્વસ્ત્ર ફોટોશૂટને લઈને ફરિયાદ નોંધાઈ હતી હવે આ મામલે રણવીર સિંહની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે કારણ કે રણવીરને મુંબઈ પોલીસ દ્વારા નોટિસ મોકલીને તેડું મોકલવામાં આવ્યું છે કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ મુંબઈ પોલીસની એક ટીમ આજે અભિનેતાના ઘરે પહોંચી હતી.
અભિનેતા હજી મુંબઈમાં એમના ઘરે ન હતા તેના કારણે પોલીસ તેમને નોટિસ આપી શકી નથી હવે પોલીસ મેલ દ્વારા અથવા ફરીથી જઈ ને નોટિસ આપી શકે છે પરંતુ અભિનેતાને આ મામલે 22 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે નોટિસમાં કહેવામાં આવ્યું છેકે રણવીર સિંહે 22 ઓગસ્ટ સુધીમાં ચેમ્બુર પોલીસમાં હાજર થવું પડશે.