માતા તેના પુત્ર માટે પોતાનું સંપૂર્ણ જીવન તેને પાલીપોસીને મોટા કરવામાં જ સમર્પિત કરી દે છે તે તેના જીવન માટે પોતાનું જીવન ત્યાગ કરી દે છે તેવી જ એક માતા નું ઉદાહરણ આજે અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરવાના છીએ મધુબેન તેનાં બાળક સાથે રહે છે તેમનો બાળક સાંભળી નથી શકતો અને બોલી નથી શકતો મધુ બહેન તેમના બાળકના ભવિષ્ય માટે કામ કરીને પૈસા ભેગા કરે છે જેથી તે ભણી શકે પરંતુ તે દિવસના સો રૂપિયા જ કમાઈ શકે છે અને ક્યારેક તો કોઈક તેમને ઈસ્ત્રીના પૈસા પણ નથી આપતું.
મધુબેન ઈસ્ત્રી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે બાળકની મહિનાની ફી 300 રૂપિયા છે જે તે ભરી નથી શકતા તે આડોશી પાડોશી પાસેથી મદદ માંગે છે પરંતુ તેઓ તેમને મદદ નથી કરતા તેમને મદદ કરવા માટે કોઈ આગળ નથી આવતું તેમને ગુજરાન ચલાવવા માટે પણ ખૂબ જ મુશ્કેલીઓ આવી રહી છે મધુ બહેનના પતિ દારૂ પીતા હતા જેથી કેન્સર થતા તે મૃત્યુ પામ્યા હતા હવે તેમના ઘરમાં તે અને તેમનું બાળક જ છે.
વરસાદ દરમિયાન તેમના ઘરમાં પાણી ભરાઈ આવે છે અને ક્યારેક ક્યારેક તો તેઓ સૂઈ પણ નથી શકતા વરસાદની સિઝનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી જાય છે તે ઉપરાંત સંસ્થા એ તેઓની મુલાકાત લીધી ત્યારે મધુ બહેને આ વાતની જાણ કરી ત્યારે સંસ્થા દ્વારા તેમને એક વર્ષના રાશન ની સુવિધા આપવામાં આવી અને તેમના છોકરાને ભણતર માટે તેની સુવિધા પણ કરવામાં આવી જેથી તેમના બાળકનું ભવિષ્ય સુધારે અને તે તેના પગ પર ઊભો થઈ શકે.