બૉલીવુડ એક્ટર નેહા ધૂપિયા સોસીયલ મીડિયામાં ખુબ એકટીવ રહે છે અને અત્યારના દિવસોમાં તેઓ પોતાની યાદગાર ક્ષણો સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે પરંતુ હવે કેટલીક એવી તસ્વીર શેર કરી છે જેને જોવા માટે તમારું મન વારંવાર કરશે હકીકતમાં નેહા ધૂપિયાએ પુત્ર સાથે પોતાની તસ્વીર શેર કરી છે.
જણાવી દઈએ નેહા ધૂપિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં સોમવારે કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં તમે જોઈ શકો છોકે નેહા ધૂપિયા પોતાના 6 મહિનાના પુત્ર સાથે યોગા કરતા જોવા મળી રહી છે અહીં જે પોઝમાં નેહા અને પુત્ર યોગા કરતા એકજ પોઝિશનમાં જોવા મળી રહ્યા છે કંઈક આ રીતે પુત્રના ફિટનેશનું અત્યારથી ધ્યાન રાખી રહી છે.
નેહા ધુપિયાની આ પોસ્ટમાં કરીના કપૂર કરિશ્મા દિયા મિર્ઝા અને કેટરીના કૈફ જેવી સ્ટારોએ કોમેંટ કરી છે નેહાએ ઓક્ટોમ્બર 2021માં પોતાના પુત્ર ગુરૂફને જન્મ આપ્યો હતો અત્યાર સુધી નેહાએ પોતાના પુત્રનો ચહેરો નથી બતાવ્યો નેહા ધુપિયાના કામની વાત કરીએ તો તેઓ ધ થર્સડે ફિલ્મમાં જોવા મળી હતી.