રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં કેટલાય લોકો છે જેઓ પોતાનો દેશ બચાવવા માટે કંઈ પણ કરી રહ્યા છે જયારે કેટલાક એવા પણ છે જેઓ આ મોકાનો લાભ ઉઠાવીને બધું લપેટીને ફાયદો ઉઠાવી રહ્યા છે એવામાં પોલેન્ડ અને હંગેરી બોર્ડર પરથી એક મહિલા નોટોથી ભરેલ 6 શુટકેસ સાથે પકડાઈ છે.
મહિલા યુક્રેનના પૂર્વ સાંસદની પત્ની છે જેઓ 6 શુટકેસ ભરેલા રૂપિયા સાથે યુક્રેનની બોર્ડર પાર કરવાની કોશિશ કરતી જતી પરંતુ પોલીસને ઝબ્બે લાગી ગઈ છે અહીં ભાગનાર લોકો પોતાના ફાટેલા કપડાં અને ખાવાપીવા જેવી કેટલીક જરૂરી વસ્તુઓ સાથે દેશ છોડી રહ્યા છે પરંતુ આ મહિલા સાથે 6 શુટકેસ હતા જેની તપાસ કરતા પોલીસ પણ દંગ રહી ગઈ હતી.
શુટકેસમાં રહેલ રૂપિયાની ગણતરી કરવામાં આવી તો 28 લાખ ડોલર એટલે કે 213 કરોડ રૂપિયા હતા અંદર મહિલા યુક્રેન એનેસ્થેસિયા ભૂતપૂર્વ સાંસદ ઇગોર કોવિટસ્કીના પત્ની એનેસ્થેસિયા હતી જેઓ એક મોડલ પણ છે હવે આ રૂપિયા કાયદાકીય રીતે પોતાના હશે તો પાછા આપી દેવાશે નહીં તો મોડલને સખ્ત સજા થઈ શકે છે.