પૂનિથ રાજકુમારનું નિધન શુક્રવારે બે વાગ્યાના આસપાસ થયું હતું પરંતુ પૂનિથના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે કેમ નિધનના 72 કલાક પછી પુનિથના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેની પાછળનું એક કારણ છે એક તો પુનિથ મોટા સેલિબ્રિટી સ્ટાર છે એટલે રાજ્ય એમને પુરા માનસન્માનથી વિદાય આપવા માંગે છે.
પુનિથ એટલા મોટા સુપરસ્ટાર છે એમણે ઘણા લોકોની મદદ કરી છે તો સ્વાભાવિકછે તે તમામ લોકો પૂનિથના છેલ્લા દર્શન કરવા માંગે છે એટલા માટે એમના પાર્થિવ દેહને સ્ટેડિયમમાં રાખવામાં આવ્યું છે ત્યાં લોકોની ભીડ લાગેલી છે છેલ્લા દર્શન માટે અને બીજી બાજુ પુનિથની પુત્રી અમેરિકામાં ભણી રહી છે.
પુનિથની પુત્રીને આવવામાં થોડો સમય લાગી શકે છે એજ કારણ છે જ્યાં સુધી પુત્રી નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે કહેવાયછે કે રવિવારે પુનિથના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને એમના પિતાના જે જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એની બાજુમાં પુનિથના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પુરા રાજ્યના સન્માન સાથે પૂનિથને અંતિમ વિદાય આપવામાં આવશે કદાચ આ પહેલા સુપર સ્ટાર હશે જેમની અંતિમ વિદાય આ રીતે થશે સમજી શકાય છે જેવી રીતે પુનિથના નિધન બાદ દુઃખનો માહોલ છે કારણકે એમના કામથી અને અભિનયથી તેઓ લોકોના નજીક હતા ઘણા લોકોની પુનિથ રાજકુમાર મદદ કરેલ છે.