અમદાવાદ ઓગણજ ખાતે 600 એકર જમીન માં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે 15 ડીસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે એ વચ્ચે પ્રમુખસ્વામી નગર માં પાવન નિશ્રામા 9 વાગે દિક્ષા સમારોહ નો માગંલીક અવસર યોજાયો હતો જેમાં પોતાના.
જીવનને પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં સમર્પિત કરવા માટે નવયુવાનો ભક્તિ ભાવ હૈયે લઈને આવેલા હતા તેમના માતાપિતા પરિવારજનો પણ આ શુભ પ્રસંગે હસતા મુખે જોવા મળ્યા હતા આ દિક્ષા સમારોહમાં 46 યુવાનોએ પાષૅદી દિક્ષા લીધી હતી જેમાં આઈઆઈએમ અને મેલબોર્ન યુનિવર્સિટી ના.
ડીગ્રી ધારકો સાથે 4 અનુસ્થાતક 22 સ્થાતક 18 એન્જિનિયરો એક શિક્ષક અને એક ફાર્માસિસ્ટ નો સમાવેશ છે સ્વામિનારાયણ સંપ્રદાયના વરીષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્ર ગાન સાથે આરંભેલા પુર્વાધ મહાપુજા વિધીમાં દિક્ષાર્થીઓ તેમના માતા પિતા પુજા વિધીને અનુસરતા હતા.
સમાજ અને રાષ્ટ્ર કલ્યાણ ની ભાવના સાથે પોતાનું જીવન આધ્યાત્મિક ધાર્મિક ભાવના સાથે ધર્મના પંથે સાધુ બનીને આ યુવાનો એ ધન્યતા અનુભવી હતી બોટાદ જિલ્લામાં આવેલા સારંગપુર ખાતે બીએપીએસ સંસ્થા નુ મોટુ ધામ છે અહીયા દિક્ષા મેળવનારને તાલીમ આપવામાં આવે છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તપ અને.
સેવાના પાઠ શીખવી તેમના જીવનને લોકસેવાના કાર્યો માં સમર્પિત કરવાના પાઠ શીખવવામાં આવે છે અનુપમ વિદ્યા કોલેજ પ્રમુખ સ્વામી મહારાજે સાલ 1980 માં ઉભી કરેલી છે જેમાં જીવનમૂલ્યો ના પાઠ શીખવવામા આવે છે 7 વર્ષ ના અભ્યાસ બાદ આ સંતો નિયમ અને ભગવદ નિષ્ઠા દ્વઢ કરીને સમાજ અને રાષ્ટ્ર કલ્યાણ માટે સમર્પિત થાય છે.