લગ્નનો માહોલ ચાલી છે ઘણા બધા યુગલો લગ્ન બંધનમાં બંધાઈ રહ્યા છે ત્યારે ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં એવી પ્રથા હોય છે કે દીકરીના પિતાએ દહેજ આપવું પડે છે ઘણી બધી દીકરીઓ શિક્ષિત હોવા છતાં પણ વધારે દહેજની માંગણી કરતા કુવારી રહી જાય છે દીકરીના પિતાએ દીકરી સાથે લાખોનું દહેજ પણ આપવું પડે છે.
પરંતુ રાજસ્થાનના નાગોરમાંથી એક વરરાજા એવી પ્રેરણા આપી છે જેને લઇને સમગ્ર વિસ્તારમાં તેની વાહ વાહી થઈ રહી છે સમગ્ર અહેવાલ અનુસાર નાગૌર જીલ્લા ના ડેગાના ના રહેવાશી કુદંનસિહં જોધાના લગ્ન સિકર જિલ્લાના નરસિંહ પુરી ગામ ની રહેવાસી નિકીતા તંવર સાથે યોજાયા હતા 27 ફેબ્રુઆરીના રોજ કુંદનસિંહ.
જોધા જાન લઈને નિકીતા તંવર ને પરણવા પહોંચ્યા હતા જ્યારે જાન પરણવા આવી એ સમયે દુલ્હનના પિતાએ સગુણરૂપે પોતાના થનારા જમાઈ ના હાથમાં થાળીમાં 11લાખ 51 હજાર રોકડા નું દહેજ ધર્યું આ સમયે વરરાજા અને તેના પરિવારજનોએ આ થાળી લેવાની ના પાડી દીધી કુંદનસિહં એ.
પોતાના સસરાના હાથમાં એ થાળીને પરત આપી આ સમયે કુદંનસિહંના પરીવારજનો એ પણ એ વાતને સમર્થન આપીને દહેજ પ્રથાને નાબુદ કરવાની વાત કરી અને માત્ર એક રુપીયો અને એક નારીયેળ સાથે સગુન લેતા લગ્ન મંડપ પર પહોંચ્યા આ દરમિયાન દુલ્હન ના પિતા ની આંખોમાંથી.
આંસુ છલકાઈ આવ્યા અને તેમને પોતાના થનાર જમાઈ ને વંદન કર્યા કુદંનસિહે પણ જણાવ્યું કે સમાજમાં જે કુરીવાજો ચાલે છે તે બંધ થવા જોઈએ કોઈ સામાન્ય પરીવાર ની દિકરીઓ હોય તે આ કુરીવાજો માં પીસાઈ જાય છે માતા પિતા પરવરીશ સાથે તેના લગ્ન માટે પણ હાડ હોમી દે છે દહેજ લેવું કે આપવું ના જોઈએ.
કુદંનસિહં અને તેના પરીવારજનો ના આ વલણ અને આ સુંદર વિચારો ને સાભંળતા લોકો તાળીઓ વગાડવા લાગ્યાં હતાં સમાજમાં અને વિસ્તારમાં આ ઘટના વાયુવેગે પ્રસરી જવા પામી હતી અને લોકો આ કાર્યને શ્રેષ્ઠ જણાવી સમાજમાં એક પ્રેરણાત્મક સંદેશ જણાવી આનંદ વ્યક્ત કરી રહ્યા હતા.